ANANDANAND CITY / TALUKOGUJARAT

આણંદ ઓડમાં મોટેથી સ્પીકર વગાડવા મુદ્દે પરિવાર પર હુમલો 2 પક્ષો વચ્ચે પથ્થરમારો : પાંચને ઈજા

ઓડમાં મોટેથી સ્પીકર વગાડવા મુદ્દે પરિવાર પર હુમલો 2 પક્ષો વચ્ચે પથ્થરમારો : પાંચને ઈજા

તાહિર મેમણ – આણંદ – 25/09/2025 – આણંદ તાલુકાના ઓડ ગામની સુરીવાળી ભાગોળ વિસ્તારમાં દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ નવરાત્રિ ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ વિસ્તારમાં રહેતા પરમાર જ્ઞાતિના બે જુથો વચ્ચે છેલ્લા કેટલાક સમયથી કોઈ બાબતને લઈને અણબનાવ ચાલી રહ્યો હોઈ મંગળવારે રાત્રે એક જૂથ દ્વારા નવરાત્રિના શણગારની સજાવટ દરમ્યાન સીરીઝ લગાવી રહ્યા હતા. ત્યારે બીજા જુથના લોકોએ વિરોધ કરતા વાતાવરણ ઉગ્ર બન્યું હતું. અને બંને જુથના લોકો સામ સામે આવી ગયા હતા. ઉશ્કેરાયેલાં ટોળાં દ્વારા ધારીયા, લાકડી તેમજ પાવડા લઈ મારા મારી પર ઉતરી આવ્યા હતા.

 

ઓડ લાખીયો પીપળો ખાતે ચંદાબેન ઈશ્વરભાઈ તળપદા રહે છે. તેમણે ખંભોળજ પોલીસ સ્ટેશને નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમની પડોશમાં રહેતો મિતેશ ઉર્ફે સ્વામી ઘનશ્યામ તળપદા મેલડી માતાના મંદિર પાસે જોર-જોરથી સ્પીકર વગાડતો હતો. જેને પગલે તેમનો દીકરો યોગેશે તેમને સ્પીકર ધીમે વગાડવા બાબતે ઠપકો આપ્યો હતો. આ બાબતને લઈને મિતેશ ઉશ્કેરાઈ ગયો હતો અને ગમે તેમ અપશબ્દ બોલી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી હતી. વધુમાં મિતેશનું ઉપરાણું લઈને તેનો ભાઈ અરૂણ ઘનશ્યામ તળપદા, સમીર ઘનશ્યામ તળપદા અને ભગવાનસિંહ શકરાજી પરમાર લાકડીઓ સહિતના મારક હથિયાર સાથે ધસી આવ્યા હતા અને તેમણે મારામારી કરી હતી. જેમાં યુવક યોગેશને છોડાવવા ચંદાબેનના જેઠનો દીકરો મનીષ અને તેમના દેરાણી લીલાબેન વચ્ચે પડ્યા હતા. જેમને પણ ચારેય જણાંએ માર માર્યો હતો. આ મામલે ખંભોળજ પોલીસે ચારેય વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે

Back to top button
error: Content is protected !!