
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
શ્રી સત્ય સાંઈ લક્ષ્મી મોહન વિદ્યાલય મહુવાસ દ્વારા તા.4 ફેબ્રુઆરી એ બાળકોમાં પર્યાવરણ માટે જાગૃતતા ,શ્રમકાર્ય ,સામાજિક કાર્ય તેમજ વિકાસ અંગેના ગુણ વિકસાવવા માટે શાળાના સંચાલક ડો. કમલેશભાઈ ઠાકોર ની આગેવાનીમાં એનએસએસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેની શરૂઆત અગિયારીની સફાઈ, અજમલગઢ પર્યટન સ્થળની સફાઈ અને ચોંઢા ગામની સાફ સફાઈ કરી પર્યાવરણ જળવાણીનું ઉત્તમ ઉદાહરણ પૂરો પાડ્યો હતો. ચોંઢા ગામે શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યાંના ડાયરેકટર પ્રકાશભાઈ નાયક,ચોંઢા પ્રાથમિક શાળાના ભૂતપૂર્વ પ્રિન્સિપાલ શંકરભાઈ ચૌધરી, વેડછી કોલેજના ભૂતપૂર્વ પ્રિન્સિપાલ શંકરભાઈ બિરારી, મણીબા નવચેતન માધ્યમિક શાળાના પ્રમુખ અશોકભાઈ, ડાયરેક્ટર વિકાસભાઇ, રિદ્ધિ સિદ્ધિ મંડળના પ્રમુખ સીતારામભાઈ, તલાટી કમ મંત્રી હસમુખભાઈ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહી બાળકોને એનએસએસ કેમ્પની જરૂરી માહિતી આપી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. ચોંઢા ગ્રામ પંચાયતના સભ્યોએ વીર નર્મદ સાઉથ ગુજરાતી યુનિવર્સિટીના સેનેટ મેમ્બર ડો. કમલેશભાઈ ઠાકોર નું વન વિદ્યાલય આંબાબારી ના નિવૃત્ત આચાર્ય તરીકે સન્માન કરીને ભેટ આપવામાં આવી હતી તેમજ આદર્શ ગ્રામ ચોંઢાના ડાયરેક્ટર પ્રકાશભાઈ નાયક તરફથી ડો.કમલેશભાઈ ઠાકોરને સપ્રેમ ભેટ સ્વરૂપે લેપટોપ આપવામાં આવ્યું હતું જે ડો. કમલેશ ભાઈએ શાળાના બાળકોને આ લેપટોપ સમર્પિત કર્યો હતો. છે તેમજ પ્રકાશભાઈ નાયક તરફથી શાળાને ‘વિચારોની પેટી’ પણ ભેટ આપવામાં આવી હતી. ત્યારબાદ ચોંઢા ગામની પ્રાથમિક શાળામાં જઈને પક્ષીઓ માટેના પક્ષી ઘરો લગાવવામાં આવ્યા હતા અને મનોજભાઈ એ સેલ્ફ ડિફેન્સ માટેની જુદી જુદી અસરકારક રીતોનું પ્રેક્ટીકલ માર્ગદર્શન અને શરીરના વિક પોઈન્ટ વિશેની માહિતી પણ આપવામાં આવી હતી. ત્યારબાદ સત્ય સાંઈ વિદ્યાલયના યોગેશભાઈ, અલ્પનાબેન, જિનાલીબેન, જેતલબેન અને શિવાભાઈ એ અનેક શ્રેષ્ઠ એવોર્ડ મેળવનારી અને સંપેલી ચોંઢા ગ્રામ પંચાયત વિશે સંપૂર્ણ માહિતી આપી હતી આ કાર્યક્રમ અનુરૂપ વેડછી કોલેજના ભૂતપૂર્વ પ્રિન્સિપાલ શંકરભાઈ બિરારી ગાંધીવાદી વિચારધારાઓને આગળ વધવા માટે બાળકોને પ્રોત્સાહન આપ્યું હતું ત્યારબાદ ‘હમ હોંગે કામયાબ એક દિન, મન મેં હૈ વિશ્વાસ પુરા હૈ વિશ્વાસ’ જેવા શૌર્ય ગીત સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી..




