GUJARATVALSADVALSAD CITY / TALUKO

રાજ્ય કક્ષાના કલામહાકુંભમાં હાર્મોનિયમ વાદનમાં અટગામનો નિસર્ગ પટેલ દ્વિતીય ક્રમે જ્યારે દક્ષિણ ગુજરાતમાં પ્રથમ…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ગાંધીનગર ટાઉનહોલ ખાતે તા:૧૭ થી ૧૯ માર્ચ ૨૦૨૫ ના રોજ રાજ્યભરના અવ્વલ કક્ષાના તમામ સ્પર્ધકો  વચ્ચે રાજ્યકક્ષાની કલામહાકુંભ સ્પર્ધા યોજાઇ હતી. જેમાં દક્ષિણ ગુજરાતનું રાજ્યકક્ષાએ પ્રતિનિધિત્વ કરનાર અટગામ ગામના નિસર્ગ ભાવેશકુમાર પટેલ હાર્મોનિયમ ક્લાસિકલ સંગીતનું ખૂબ સુંદર પ્રદર્શન કર્યું. જેમાં દક્ષિણ ગુજરાત ઝોન કક્ષાએ પ્રથમ ક્રમ મેળવનાર નિસર્ગ પટેલે આ કાર્યક્રમમાં (6 થી 14 વર્ષ વયજૂથ) હાર્મોનિયમ સંગીતમાં ખૂબ સુંદર પ્રદર્શન કર્યું અને સમગ્ર રાજ્યમાં દ્વિતીય ક્રમ પ્રાપ્ત કરી તેમના ગામ અટગામ અને વલસાડ જિલ્લાનું સમગ્ર રાજ્યમાં નામ રોશન કર્યું છે.
એમની સાથે તબલાવાદક મિતેશભાઈ પટેલે અને સંગીત શિક્ષકસુભાષભાઈ પટેલનું ખૂબ સુંદર માર્ગદર્શન રહ્યું. નિસર્ગને હંમેશા આગળ વધવા માટે પ્રોત્સાહન આપનાર માતા રીમા પટેલ અને પિતા પ્રો. ભાવેશ કે. પટેલનો  આ સિધ્ધીમાં ખૂબ મહત્વનો ફાળો છે.

Back to top button
error: Content is protected !!