GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ તાલુકાના બહેનને પરિવાર સાથે મિલન કરાવતી ૧૮૧ અભયમ ટીમ હાલોલ
તારીખ ૧૮/૦૭/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
હાલોલ ૧૮૧ મહિલા હેલ્પલાઇન માં મદદ માટે કાલોલ તાલુકામાંથી એક બહેનએ જણાવ્યુ કે તેથી તેમની મદદ માટે ૧૮૧ માં કોલ કર્યો હતો તેથી ૧૮૧ ટીમ દ્વારા પીડિત બહેનનું કાઉન્સેલિંગ કરેલ અને આશ્વાશન આપતા બહેન સાથે વાતચિત કરતા તેઓ હાલોલ તાલુકાના એક ગામમાં રહેવાસી હોય અને બહેનની સાસરી ડેસર તાલુકાના ગામની હોવાથી ઘરેથી રિસાઈને નીકળી આવ્યા હોય.તેથી ૧૮૧ માં ફોન કરી મદદ લીધી.આમ ૧૮૧ ટીમ દ્વારા પીડિત બહેનનું કાઉન્સેલિંગ કરેલ.તેમની પાસે સમગ્ર માહિતી મેળવી.બહેનનું સરનામું મેળવી.બહેન ડેસર તાલુકાના એક ગામના રહેવાસી હોય અને તેમના પતિ સાથે વાતચીત કરી હોય.તેથી તેઓ સાસરીમાં જવા માગતા હોવાથી તેમના પતિ લેવા આવતા તેમના પતિને સોંપવામાં આવી.