GUJARATJETPURRAJKOT

Rajkot: જાહેર માર્ગો પર દોડાદોડી કરી પતંગ દોરા લૂંટવા તથા ચાઇનીઝ દોરાઓના વેંચાણ કે વપરાશ અંગે પ્રતિબંધાત્મક આદેશ

તા.૫/૧૨/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

રાજકોટ શહેરી વિસ્‍તારમાં મકરસંકાંતિ અને તેની નજીકનાં દિવસોમાં બાળકો તેમજ મોટેરાઓ પતંગ અને દોરા લૂંટવા જાહેર માર્ગો ઉપર દોડાદોડી કરે છે. જેના કારણે અકસ્માતો સર્જાય છે અને આમ રાહદારીઓને ગંભીર ઇજાઓ થાય છે. તેને નિવારવા અને ટ્રાફીકની અવર જવર અને અવરોધના નિવારણ અર્થે રાજકોટ પોલીસ કમિશ્નરશ્રી રાજુ ભાર્ગવ દ્વારા તા.૧૬/૦૧/૨૦૨૪ સુધી પતંગો ઉડાડવામાં સાવચેતી કે તકેદારી રાખવા નીચે દર્શાવ્યા મુજબના કૃત્યો કરવાની મનાઇ ફરમાવી છે.

કોઇ પણ વ્યકિતઓએ જાહેર રસ્તાઓ ઉપર પતંગો ઉડાડવા, કે ઉશ્કેરણીજનક લખાણો લખી પતંગ ઉડાડવા પર, પતંગો કે દોરા લુંટવા, હાથમાં વાંસ કે ઝાંખરા કે તેવા પ્રકારનાં કોઇપણ સાધનો સાથે જાહેર માર્ગો ઉપર વાહનવ્યવહારને અવરોધ થાય, વીજળીના કે ટેલીફોનના તાર પર લંગર નાખવા અથવા અકસ્માત સર્જાય તેવી પ્રવૃત્તિ કરવા, ચાાઇનિઝ (નાયલોન) દોરાનો વપરાશ કે વેંચાણ કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. ઉત્તરાયણના તહેવાર નિમિત્તે રાજયભરમાં લોકો દ્વારા ઉડાડવામાં આવતા ચાઇનીઝ તુક્કલથી જાહેર જનતા, પશુ, પંખી, જાહેર/ખાનગી મિલ્કત અને પર્યાવરણને ખૂબ નુકસાન થાય છે, જેને અટકાવવાના પગલાંરૂપે રાજકોટ શહેર પોલીસ કમિશ્નરેટના સમગ્ર વિસ્તારમાં સ્કાય લેન્ટર્ન(ચાઇનીઝ ટુક્કલ) ના ઉત્પાદન, વેચાણ કે ઉડાડાવા પર પ્રતિબંધ મુકયો છે. કોઇ પણ વ્યક્તિ આ સમયગાળા દરમ્યાન ચાઇનીઝ ટુક્કલનું ઉત્પાદન કે વેચાણ કરી શકશે નહીં. અને સામાન્ય પ્રજાજનો ચાઇનીઝ ટુક્કલ ઉડાડી શકશે નહીં. આ હુકમનો ભંગ કે ઉલ્લંધન કરનાર શિક્ષાને પાત્ર થશે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!