GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: મોટર સાયકલ પ્રકારના GJ03PE સીરીઝના ગોલ્ડન,સિલ્વર નંબરો માટે ઓકશન યોજાશે

તા.૨૧/૩/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: મોટર સાયકલ પ્રકારના GJ03PE સીરીઝના ગોલ્ડન-સિલ્વર નંબરો માટે રિ-ઓકશન તા. ૩૦/૦૩/૨૦૨૫થી ઓક્શન શરૂ કરવામાં આવશે, જેમાં ભાગ લેવા ઇચ્છતા વાહન માલિકોએ parivahan.gov.in પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.

મોટર સાયકલ પ્રકારના GJ03PE સીરીઝના ગોલ્ડન, સિલ્વર નંબરો મેળવવા માટે તા.૩૦/૦૩/૨૦૨૫ સાંજે ૪ થી તા.૦૨/૦૪/૨૦૨૫ સાંજે ૪ વાગ્યા સુધી ઓનલાઇન એપ્લિકેશન કરવાની રહેશે. તા.૦૨/૦૪/૨૦૨૫ સાંજે ૪:૦૧ થી તા.૦૪/૦૪/૨૦૨૫ના સાંજે ૪ વાગ્યા સુધી ઓનલાઇન બિડિંગમાં ભાગ લેવાનો રહેશે. બિડિંગ પ્રક્રિયા પૂર્ણ થયે તા.૦૪/૦૪/૨૦૨૫ના સાંજે ૪:૧૫ વાગ્યે પરિણામ ઓનલાઇન જાહેર થશે.

ઓનલાઇન ઑક્શનમાં ભાગ લેનાર અરજદારે parivahan.gov.in પર ઓનલાઇન સર્વિસ, fancy number booking પર જઈ, યુઝર આઇડી, પાસવર્ડ તૈયાર કરવાના રહેશે. હરાજીની પ્રક્રિયામાં ભાગ લઇ ચુકવણું કરવાનું રહેશે અને વાહન નંબર મેળવી હરાજીની પ્રક્રિયા પુર્ણ થયાના પ (પાંચ) દિવસમાં નાણાં જમા કરાવવાના રહેશે. આર. ટી . ઓ. કચેરી ખાતેથી અપ્રુવલ લઈ નંબર મેળવવો. ઓકશનમાં ભાગ લેવા માટે વાહન વેચાણ તારીખથી સાત દિવસ સુધીમાં CNA ફોર્મ ઓનલાઇન ભરેલ હોવું જરૂરી છે, તેમ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!