સંતરામપુર નગરમાં પંદરમી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી.

સંતરામપુર નગરમાં પંદરમી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.
અમીન કોઠારી :- મહીસાગર
નગરની વિવિધ શાળા નાં વિધાર્થીઓ ની એક વિશાળ રેલી શિક્ષક મિત્રો સાથે ની આઝાદી અમર રહો.. ભારતમાતાની જય.. ગાંધીબાપુ અમર રહો નાં દેશભક્તિ નાં નારા સાથે નીકળી ને નગરનાં વિવિધ માર્ગો પર ફરેલ હતી.
સંતરામપુર નગરમાં મામલતદાર કચેરીમાં મામલતદાર નાં હસ્તે ધ્વજવંદન કરવામાં આવેલ.સંતરામપુર સીવીલ કોટૅ ખાતે પ્રિન્સિપાલ સીનીયર સિવિલ જજ રાણા નાં હસ્તે ધ્વજવંદન કરવામાં આવેલ.આ પ્રસંગે એડિશનલ પ્રિન્સિપાલ સીનીયર સિવિલ જજ મેમણ,બારના પ્રમુખ,વકીલમંડળના સભ્યો,કોટૅ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.
નગરપાલિકા સંતરામપુર માં વહીવટદાર નાં હસ્તે ને તાલુકા પંચાયત માં તાલુકા પંચાયત પ્રમુખ હરીશભાઈ વળવાઈ નાં હસ્તે ને એસ.પી.હાઈસકુલસંતરામપુર માં ડો.હેમંતમહાજન ના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.
સંતરામપુર જ્ઞાનદીપ શાળામાં વેપારી રમેશ એસ શાહ નાં હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું.




