AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લાનાં વઘઈ તાલુકાના દગડપાડા ગામ ખાતે એક દિવસીય ઓફ કેમ્પસ તાલીમનું આયોજન કરવામાં આવ્યું…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

નવસારી કૃષિ યુનિવર્સિટીના માનનીય કુલપતિ શ્રી ડૉ. ઝેડ. પી. પટેલ સાહેબ અને કે.વી.કે., વઘઈ ના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા, ડૉ. જે. બી. ડોબરીયા સાહેબના માર્ગદર્શન હેઠળ ચાલતા કે.વી.કે., વઘઈ દ્વારા ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના દગડપાડા ગામ ખાતે “કુપોષણ નિવારણ માટે સ્થાનિક ખોરાકનો ઉપયોગ” અંગેની ૧ દિવસીય ઓફ કેમ્પસ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ અંતર્ગત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઈ ખાતે ફરજ બજાવતા ડૉ. જેની એચ. લાલવાણી, વૈજ્ઞાનીક (ગૃહ વિભાગ) એ કુપોષણ નિવારણ માટે વિવિધ પોષકતત્વોની ઓળખાણ અને તેના શરીરમાં કાર્ય, સમતોલ આહાર અને રોજિંદા જીવનમાં તેનું મહત્વ અને સ્થાનિક કક્ષાએ ઉપલબ્ધ પોષણયુક્ત શાકભાજી, ફળો તેમજ કંદમૂળ અંગે ખૂબ જ મહત્વપૂર્ણ માર્ગદર્શન આપી ખેડૂતોને આ અંગે માહિતગાર કર્યા હતા. આ ઉપરાંત કિચન ગાર્ડન અંગેની અત્યંત જરૂરી માહિતી આપવામાં આવી હતી. ઉપરોક્ત તાલીમમાં રિલાયન્સ ફાઉન્ડેશન તરફથી મહેન્દ્રભાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા તથા આજ વિષય પર યુ ટ્યુબના માધ્યમથી આખા ગુજરાતના લોકોમાં જાગૃતિ આવે તે માટે સંયુક્ત રીતે કામગીરી કરવા માટે તૈયારી બતાવી હતી. સદર કાર્યક્રમમાં ૮૫ જેટલા પુરુષ તથા મહિલા ખેડૂતોએ હાજરી નોંધાવી હતી.

Back to top button
error: Content is protected !!