GUJARATJETPURRAJKOTRAJKOT CITY / TALUKO
Jetpur: માંડલીકપુર-સાંકળી રોડ પર પેવરબ્લોક નાખીને રસ્તો સમથળ બનાવાયો
તા.૧૪/૭/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot, Jetpur: ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે વરસાદને કારણે ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓના ઝડપી સમારકામ માટે દિશાનિર્દેશો આપ્યા બાદ રાજ્યભરમાં માર્ગ મરામતની કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે.
રાજ્યના અન્ય જિલ્લાની જેમ રાજકોટ જિલ્લામાં પણ વરસાદથી ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાનું રીપેરીંગ પૂરજોશમાં ચાલી રહ્યું છે. જેના ભાગરૂપે માર્ગ અને મકાન વિભાગ દ્વારા જેતપુર તાલુકામાં બે ગામો – માંડલીકપુર અને સાંકળીને જોડતા રોડ પર પેવરબ્લોક નાખવામાં આવ્યા હતાં અને રસ્તો સમથળ બનાવવામાં આવ્યો હતો. આમ, માર્ગ અને મકાન વિભાગ દ્વારા જરૂરી તકેદારીના પગલાંઓ લઈને સત્વરે રસ્તાઓ મરામત કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.