GUJARATMODASA

અરવલ્લી : જિલ્લાના એક તાલુકામાં આંગણવાડીના કર્મચારીઓ પાસે તાલુકા વિભાગીય અધિકારી દ્વારા ઉઘરાણા થતા હોવાના જાગૃત નાગરિકના આક્ષેપ

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : જિલ્લાના એક તાલુકામાં આંગણવાડીના કર્મચારીઓ પાસે તાલુકા વિભાગીય અધિકારી દ્વારા ઉઘરાણા થતા હોવાના જાગૃત નાગરિકના આક્ષેપ

અરવલ્લી જિલ્લામાં દિવસે ને દિવસે ભ્રષ્ટાચાર વધતો જતો હોય તેવા આક્ષેપો સાથેની ચર્ચાઓ એ જોર પકડ્યું છે. પછી એમાં ખનીજ વિભાગ,માર્ગ અને મકાન વિભાગ કે પછી શિક્ષણ શાખા સહીત અનેક જગ્યાએ કટકી થતી હોવાની બોલબાલા વધી છે અને આ બાબતે સોશિયલ મીડિયામાં પણ જાગૃત નાગરિકો રોષ ઠાલવ્યા છે તેવો ઘાટ અરવલ્લી જિલ્લામાં છાશ વારે સામે આવે છે.એક જાગૃત નાગરિકે ટેલિફોનિક સંપર્ક કરી એક શાખાની પોલ ખોલી હતી.

વાત છે અરવલ્લી જિલ્લામાં આવેલ ICDS શાખા જે જિલ્લાની સમગ્ર આંગણવાડીનું સંચાલન કરે છે,છેલ્લા કેટલાય સમય થી આ શાખા અનેક ચર્ચાઓમાં અવ્વલ રહી છે.દોઢ વર્ષ પૂર્વે સોશિયલ મીડિયામાં એક નનામી અરજી વાયરલ થઈ હતી,જેમાં જિલ્લાની આંગણવાડીમાં થી 35 લાખ રૂપિયાનું ઉઘરાણાનો ઉલ્લેખ સાથે આક્ષેપો કરવામાં આવ્યા હતા.હાલ પણ જિલ્લાની આંગણવાડીમાં અધિકારી દ્વારા ઉઘરાણા થતા હોવાના આક્ષેપો સાથે જાગૃત નાગરિકે આપવીતી જણાવી હતી.જેમાં જાગૃત નાગરિકાના જણાવ્યા અનુસાર જિલ્લાના એક તાલુકામાં 150 થી વધુ આંગણવાડી કેન્દ્રો આવેલા છે જ્યાં પહેલા એક આંગણવાડી દીઠ 500 થી લઇ ને 700 રૂ જેટલી રકમ દર મહિને ઉઘરાવવામા આવતી હતી,હવે તે 2500 રૂ એ પોહચી ગઈ છે અને અધિકારી દ્વારા દર મહિને ઉઘરાવતા હોવાના આક્ષેપ થયા છે. જેમાં અધિકારી પણ કહે છે અમારે ઉપર સુધી આપવા પડે છે. અને બધાને સાચવવા પડે છે. ત્યારે આ બાબતે ને લઇ જિલ્લામાં ઉઘરાણા થતા હોય તે વાત જગ જાહેર છે.બીજી તરફ આ બાબતને લઇ જિલ્લા વિકાસ અધિકારીનો ટેલિફોનિક સંપર્ક કરતા તેઓ એ જણાવ્યું હતું કે આ બાબતે કોઈ રજુઆત આવી નથી જો આવું કંઈ પણ ધ્યાને આવશે તો તપાસ કરવામાં આવશે હોવાનું જણાવ્યું હતું. પરંતુ આવું કેટલી કવાર બનશે યોગ્ય તપાસ કરી જરૂરી પગલાં લેવાય તે પણ જરૂરી છે પરંતુ

*ઉઘરાણામાં પણ કમરતોડ વધારો..! સાથે એક ભ્રષ્ટ અધિકારી દ્વારા તેમના તાબા ના જ કર્મચારીઓ પાસે 2500 જેટલી રકમ ઉઘરાવ્યા હોવાની રાવ ઉઠી છે.ભ્રષ્ટ અધિકારીએ તેમના કર્મચારીઓ ને ઉપલા અધિકારીને આપવા પડશે એમ કહી ઉઘરાનું કર્યું છે કે નહીં એ તપાસનો વિષય હોય . કહેવત છે કે, જેનો સેનાપતિ એવી એની સેના. આ કહેવત જિલ્લામાં સાર્થક સાબિત થઈ રહી છે.

Back to top button
error: Content is protected !!