GUJARATMENDARDA

મેંદરડા તાલુકાના પી એમ શ્રી સીમ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા મિતુલકુમાર જિલડીયા ને પર્યાવરણ સરક્ષણ એવોર્ડ 2025 એનાયત કરવામાં આવ્યો

મેંદરડા તાલુકાના પી એમ શ્રી સીમ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા મિતુલકુમાર જિલડીયા ને પર્યાવરણ સરક્ષણ એવોર્ડ 2025 એનાયત કરવામાં આવ્યો

માધવ ચેરીટેબલ ટ્રસ્ટ કપડવંજ બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ મહેસાણા અને અનંતા એજ્યુકેશન ગાંધીનગર ના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા રાજ્યકક્ષાના કાર્યક્રમમાં રાજ્યમાં જુદા જુદા તાલુકા અને જિલ્લા કક્ષાએ પર્યાવરણ ક્ષેત્રે કાર્ય કરતાં શિક્ષકોના સન્માનનો કાર્યક્રમ માનનીય શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર સાહેબ તથા અનેક ગણમાન્ય મહેમાનોની ઉપસ્થિતિમાં યોજાઈ ગયો.આ કાર્યક્રમમાં મેંદરડા તાલુકાના પી એમ શ્રી સીમ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા મિતુલકુમાર ખીમાભાઇ જિલડીયા ને તેમની કામગીરી બદલ પર્યાવરણ સરક્ષણ એવોર્ડ 2025 એનાયત કરવામાં આવ્યો.ગાંધીનગરના ટાઉનહોલ ખાતે આયોજિત કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડીંડોર સહિત અનેક ગણમાન્ય મહેમાનોની ઉપસ્થિતિમાં પર્યાવરણ સંરક્ષક તરીકે કામગીરી કરતા શ્રી મિતુલકુમાર જિલડીયા નું સન્માન કરવામાં આવ્યું

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!