Rajkot: બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર ખાતે પરીક્ષાર્થી શુભેચ્છા સમારોહનું વિશિષ્ટ આયોજન કરવામાં આવ્યું
તા.૯/૨/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: બી.એ.પી.એસ.સ્વામિનારાયણમંદિરકાલાવડ રોડ, રાજકોટ દ્વારા પ્રતિ વર્ષ યુવાનો-વિદ્યાર્થીઓ માટે અનેક પ્રેરણાદાયી પરિવર્તનશીલ કાર્યક્રમોનું આયોજન થઇ રહ્યું છે. દરેક વિદ્યાર્થી પોતાના માતા-પિતા અને શિક્ષકોની મહેનતનું ધારેલું પરિણામ લાવી શકે તે માટે ગત વર્ષોની જેમ આ વર્ષે પણ રાજકોટ શહેરના ભવિષ્ય તરફ આગળ વધી રહેલા ધોરણ ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓની પરીક્ષાલક્ષી સફળતાઓ માટે, તેમના ઉજ્જવળ ભવિષ્ય તથા આગામી પરીક્ષાની શુભેચ્છાઓ પાઠવવા અને પ્રેરણા-પ્રોત્સાહન પૂરું પાડવા માટે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર ખાતે પરીક્ષાર્થી શુભેચ્છા સમારોહનું વિશિષ્ટ આયોજન કરવામાં આવેલું હતું.
આ સમારોહમાં પરીક્ષાર્થીઓને આશીર્વાદ આપવા માટે બી.એ.પી.એસ. સંસ્થાના સંતોનીઉપસ્થિતિ સાથે ગુજરાત રાજ્ય સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળના પ્રમુખશ્રી ડી.વી.મહેતા,ગુજરાત રાજ્ય સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળનામંત્રીશ્રીપુષ્કરભાઈરાવલ,ગુજરાત રાજ્ય આચાર્ય સંઘ સંયોજક શ્રી વિનોદભાઈ ગજેરાતેમજ રાજકોટની નામાંકિત શાળાઓના ટ્રસ્ટીઓ, સંચાલકો અને આચાર્યશ્રીઑ પણ ઉપસ્થિત રહ્યા હતા. કાલાવડ રોડ સ્થિત બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરનાપ્રમુખસ્વામી સભાગૃહ ખાતે સાંજે ૪:૦૦ થી ૭:૦૦ દરમ્યાનયોજાયેલઆ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને સમગ્ર વર્ષ દરમ્યાન તેમણે કરેલી મહેનતમાં પ્રાર્થનાને સંમેલિત કરીને સફળતાની રાહ પ્રાપ્ત કરવાનું વિવિધ માધ્યમો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
પરીક્ષાર્થીઓએ મંદિર પરિસરમાં પ્રવેશ પ્રાપ્ત કરીભગવાનના દર્શન કરી પરીક્ષામાં ઉત્કૃષ્ટ દેખાવ થઇ શકે તેવા સંકલ્પ અને પ્રાર્થના સાથે શ્રી નીલકંઠવર્ણીનો અભિષેક કર્યો હતો. સભાહોલમાં પ્રવેશ કરતા સૌ પરીક્ષાર્થીઓનું કુમકુમના ચાંદલાથી સ્વાગત કરવામાં આવ્યું હતું. રાજકોટ મંદિરના સંત નિર્દેશક તેમજ મોટિવેશનલ સ્પીકર પૂજ્ય અપૂર્વમુનિ સ્વામીજી અને ઉપસ્થિત મહાનુભાવોએ દીપપ્રાગટ્ય દ્વારા કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો. કાર્યક્રમની શરૂઆતમાં પ્રમુખસ્વામી સભાગૃહમાં ઉપસ્થિત સૌ વિદ્યાર્થીને ભારતીય પરંપરા મુજબ વૈદિક પૂજનવિધિકરાવવામાં આવી હતી.
કાર્યક્રમનાહાર્દસમાવક્તવ્યમાંપૂ.અપૂર્વમુનિ સ્વામીએ ‘Think Different Be Different’ વિષય પર વિડીયો અને પ્રેઝનટેશનદ્વારાજોમસભર-પ્રેરક વક્તવ્ય રજૂ કરેલું. જેમાંઅગવડ કે અવ્યવસ્થામાં, કોઈ અનાદર કે અપમાન કરે ત્યારે,જ્યારે આળસ કરવાનું મન થાય ત્યારે, ખરાબ આદત પડી જાય ત્યારે, કોઈ પ્રલોભનો કે લાલચ આવે ત્યારે, કોઈની અદેખાઈ કે ઈર્ષ્યા થાય ત્યારે, કોઈ અવરોધ આવે કે અન્યાય થાય ત્યારે, અસફળતા મળે ત્યારે, આત્મવિશ્વાસ ડગી જાય ત્યારે, કોઈ આપની પાસે અપેક્ષા રાખે ત્યારે, કંઇ ન આવડતું હોય એવું લાગે ત્યારે, સફળતા મળે ત્યારે,કોઈને આદર કે સહકાર આપવાનો થાય ત્યારે આમ વિવિધ પરિસ્થિતીમાં Think Different અભિગમ રાખીને સફળતા પ્રાપ્ત કરવા વિદ્યાર્થીઓનેપરીક્ષામાં પરફોર્મ કરવા માટેની વિવિધ તરકીબોશીખવાડી હતી.પરીક્ષાર્થીઓફક્ત બોર્ડની પરીક્ષા નહીં પરંતુ જીવનભર શ્રેષ્ઠ માનવ બની દેશ તથા માતા-પિતાનું નામ રોશન કરવાની તથા નિશ્ચિંત થઈ પરીક્ષા આપવા કટીબદ્ધ થયા હતા.
આજના કાર્યક્રમમાં રાજકોટની નામાંકિત શાળાઓના૭૦૦૦થી અધિક વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. અંતમાં સૌ વિદ્યાર્થીઓ પ્રસાદ લઇ પૂ.અપૂર્વમુનિ સ્વામીએ પરીક્ષામાં પરફોર્મ કરવા માટે શીખવેલાવિવિધ અભિગમોનેજીવનમાં અમલ કરવાના દ્રઢ નિર્ધાર સાથે વિદાય થયા હતા.
પૂજ્ય અપૂર્વમુનિ સ્વામીએ ‘Think Different Be Different’ વિષય પર પરીક્ષાલક્ષીજોમસભર-પ્રેરક વક્તવ્ય રજૂ કરેલું જેમાંના કેટલાક અંશો:
વિચાર બદલાય, તો વિશ્વ બદલાય.
ફક્ત સફળ નહીં પરંતુ મૂલ્યવાન બનવાનો પ્રયત્ન કરો.
તમારી સવળી વિચારધારા જ તમને મહાન બનાવશે.
નાની નાની સુટેવ તમને ઘણો લાભ કરાવશે.
If you don’t come from a reach family, then a reach family must comes from you.
કઠિન પરીસ્થિતિમાં દ્રઢ માનસિક ક્ષમતા ખૂબ જરૂરી છે.
ધાર્મિકતા દ્વારાનેગેટિવ વિચારોથી દૂર રહી શકાય છે.
અથાગ પ્રયત્ન કરવાથી ધ્યેય પ્રાપ્ત કરવામાં સરળતા રહે છે.
શારીરિક અને માનસિક ઉત્સાહ સાથે જીવન જીવવું.
પૂર્ણ એકાગ્રતા સંયમી જીવન દ્વારા સફળતા પ્રાપ્ત કરીએ.
નિષ્ફળતાની પરીસ્થિતિમાં શ્રદ્ધા રાખી જીવનમાં આગળ વધતાં રહીએ.
પરીક્ષાના સમયના સદુપયોગ માટે મોબાઈલનો દુરુપયોગ ટાળીએ.
પ્રમુખસ્વામી મહારાજ સફળતા માટે સૂત્ર આપતા “ પ્રાર્થના + પુરુષાર્થ = સફળતા”.
વિપરીત પરીસ્થિતિમાં ભગવાનના બળથી રસ્તો કાઢી જીવનમાંઆગળ વધીએ.