
અરવલ્લી
અહેવાલ : હિતેન્દ્ર પટેલ
મેઘરજ મામલતદાર કચેરીએ જન્મના દાખલા કાઢવાની કામગીરી ગોકળ ગતિએ ચાલતી હોવાના જાગૃત નાગરિકના આક્ષેપ
જન્મના દાખલા વગર સ્કૂલમાં બાળકોના એડમિશન નહીં થતાં હોવાની ચર્ચા ચાલી છે જેની વચ્ચે એક મહિનામાં દાખલો ના નીકળે તો બાળકોના એડમિશન રદ થવાની સંભાવના પણ રહેલી છે ગ્રામ પંચાયતમાં નોંધાયેલ ના હોય તેવા અરજદારો દ્વારા નવીન જન્મનો દાખલો મેળવવા મામલતદારમાં અરજી કરવામાં આવતી હોય છે મેઘરજ તાલુકાના જાગૃત નાગરિક ડી. કે દામા દ્વારા મામલતદાર કચેરીનો સંપર્ક કરતાં અરજી કર્યાના ત્રણ મહિના પછી સુનાવણી થશે એવું જણાવવામાં આવ્યું હોવાના આક્ષેપો થયા છે હજી ત્રીજા મહિનાની અરજીઓ પેન્ડિંગ હોવાનું રટણ કરતા તંત્ર એ જણાવ્યું હોવાની માહિતી સામે આવી છે જેને લઇ જાગૃત નાગરિકે ઉચ્ચ કક્ષાએ રજુઆત કર્યાની માહિતી પણ સામે આવી છે




