GUJARATJUNAGADHMENDARDA

મેંદરડા ખાતે કિશોરીઓમાં માસિક ધર્મ અને તેના સાથે સંકળાયેલી સ્વચ્છતા અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો

મેંદરડા ખાતે કિશોરીઓમાં માસિક ધર્મ અને તેના સાથે સંકળાયેલી સ્વચ્છતા અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો

મેંદરડા ખાતે કિશોરીઓમાં માસિક ધર્મ અને તેના સાથે સંકળાયેલી સ્વચ્છતા અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય કિશોરીઓમાં માસિક ધર્મ (મેન્સ્ટ્રુઅલ) અને તેના સાથે સંકળાયેલી સ્વચ્છતા (હાઇજિન) વિશે જાગૃતિ ફેલાવવાનો હતો. ઘણીવાર આ વિષયને સમાજમાં ખુલીને વાત કરવામાં આવતો નથી, જેના કારણે કિશોરીઓ ઘણી ગેરમાન્યતાઓ અને સમસ્યાઓનો સામનો કરતી હોય છે. આ કાર્યક્રમ દ્વારા તેમને સાચી માહિતી આપવા, શારીરિક અને માનસિક સ્વસ્થતા જાળવવા અને સ્વચ્છતાની આદતો અપનાવવા માટે પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.જૂનાગઢ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્રારા મેંદરડાની એવર શાઈન એકેડેમી ખાતે સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો.

રિપોર્ટર :- અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!