GANDHINAGARGANDHINAGAR CITY / TALUKO

ગુજરાતના 5500000 રેશન કાર્ડ ધારકોને હવે નહીં મળે મફત અનાજ !!!

ગુજરાતના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે એક મહત્વપૂર્ણ નિર્ણય લઈ રાજ્યભરના અપાત્ર NFSA રેશનકાર્ડ ધારકો સામે પગલાં લેવાનું શરૂ કર્યું છે. 75 લાખ જેટલા NFSA કાર્ડ ધારકોમાંથી આશરે 55 લાખ લોકોને નોટિસ પાઠવવામાં આવી છે. આ નોટિસ એવી વ્યક્તિઓ માટે છે કે જેમની આર્થિક સ્થિતિ મજબૂત હોવા છતાં તેઓ હજુ પણ ગરીબો માટેની અનાજ સહાય યોજનાનો લાભ લઈ રહ્યાં છે. જેમ કે

  • આવકવેરો (ઇન્કમટેક્સ) ભરનારા
  • મોટી જમીન ધરાવતા જમીનમાલિકો
  • GST ચુકવતા વેપારીઓ
  • કંપનીના ડાયરેક્ટરો
  • આ ઉપરાંત મૃત્યુ પામેલા વ્યક્તિઓના નામે ચાલતા કાર્ડ પણ નોંધાયા છે.

    જેઓને નોટિસ મળી છે તેમને જિલ્લા પુરવઠા અધિકારીને લેખિતમાં પોતાનું સ્પષ્ટીકરણ આપવું પડશે. ત્યારબાદ, તાલુકા સ્તરે રચાયેલી એક વિશેષ કમિટી તેમના કેસની સમીક્ષા કરશે.

    • જો તેમની વાત માન્ય મનાશે તો તેમનું રેશનકાર્ડ ચાલુ રહેશે.
    • જો સ્પષ્ટીકરણ અસ્વીકારાય જશે, તો તેમનું નામ non-NFSA કેટેગરીમાં સ્થાનાંતરિત કરવામાં આવશે.

      જે કાર્ડ non-NFSA હેઠળ આવશે, તેઓને હવે મફતમાં કે સસ્તા ભાવે અનાજ મળવાનું બંધ કરી દેવાશે. આ પગલાનો મુખ્ય ઉદ્દેશ છે કે યોગ્ય લાભાર્થીઓ સુધી જ સહાય પહોંચે અને ભ્રષ્ટાચાર પર લગામ મૂકાઈ શકે.

Back to top button
error: Content is protected !!