GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

Navsari:સિસોદ્રા ગણેશ ગામે જિલ્લા આયુર્વેદ વિભાગ દ્વારા નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પની સાથે આયુર્વેદ અને હોમિયોપેથી સબંધી માર્ગદર્શન આપવામાં આવ્યું..

વાત્સલ્યમ્ સમાચાર

  મદન વૈષ્ણવ

*વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા: ‘સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત’ અને ‘સ્વસ્થ નારી સશક્ત ભારત’ અભિયાન અંતર્ગત આરોગ્ય પરિસંવાદ યોજાયા*

નિયામકશ્રી આયુષની કચેરી ગાંધીનગર તથા જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી ડો.કાજલ મઢીકરના માર્ગદર્શન હેઠળ આજરોજ માન. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન સિસોદ્રા ગણેશ મુકામે જી.પંચાયત આયુર્વેદ દવાખાનું ધારાગીરી અને હોમિયોપેથીક દવાખાનું, ખડસુપા દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં તમામ સામાન્ય રોગોની આરોગ્ય તપાસ કરી આયુર્વેદ અને હોમિયોપેથી સબંધી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

કેમ્પમાં આયુષ ગ્રામકીટનું વિતરણ કરવા સહિત હરિત આયુર્વેદ અભિયાન અંતર્ગત ઔષધિય છોડનું નિદર્શન અને વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ સાથે જનજાગૃતિના સાહિત્યનું વિતરણ અને ચોમાસામાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે સંશમની વટીનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં “સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાન અંતર્ગત આધુનિક જીવનશૈલી, સંતુલિત આહાર અને શારીરિક સક્રિયતાના અભાવે થતી સમસ્યા માટે આરોગ્ય પરિસંવાદ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આ સાથે પોષણ માસ ૨૦૨૫(સ્વસ્થ નારી સશક્ત ભારત) અંતર્ગત પણ આરોગ્ય પરિસંવાદ યોજવામાં આવ્યો હતો. કેમ્પમાં ગામના સરપંચશ્રી, ઉપસરપંચશ્રી, તલાટીશ્રી, માજી સરપંચશ્રી સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે આંગણવાડીના બાળકોને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે સરપંચશ્રી તરફથી બિસ્કીટ પણ વિતરણ કરવામાં આવી હતી.

કેમ્પમાં આયુર્વેદના કુલ – ૬૭ લાભાર્થીઓ, આયુર્વેદ સંવાદમાં -૩૫ જેટલા લાભાર્થી, હોમિયોપેથેના – ૪૯, સુવર્ણ પ્રાશનના ૩૫, વનસ્પતિ વિતરણ લાભાર-૧૫નાગરિકોએ લાભ લીધો હતો. કેમ્પમાં વૈધ મનીષા બી દરજી, ડૉ હિરલ પટેલ, સેવક જીનલ જાદવ, સેવક તેજલ હળપતિએ સેવા આપી હતી.

Back to top button
error: Content is protected !!