જૂનાગઢ જિલ્લા આયુર્વેદ અધિકારીની કચેરી દ્વારા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ અને પોષણ સપ્ટેમ્બર ૨૦૨૫ નિમિત્તે સરકારી હોસ્પિટલ ભેંસાણ ખાતે તા.૧૯સપ્ટેમ્બર ના રોજ સવારે ૯ થી ૧૨ વાગ્યા દરમ્યાન વિનામુલ્યે આયુર્વેદ સર્વરોગ નિદાન કેમ્પ યોજાશે.આ કેમ્પમાં નિષ્ણાંત ડોક્ટરો દ્વારા સ્ત્રીઓના રોગો, બાલિકા અને કિશોરીઓના રોગો, બાળકોના રોગો, વૃદ્ધાવસ્થાના રોગો અને આયુર્વેદ સર્વે રોગ નિદાન સારવાર કેમ્પ યોજાશે. વિશેષમાં યોગ સત્ર, ઋતુ જન્મ્ય બીમારીથી બચવા અને રોગપ્રતિકારક શક્તિવર્ધક ઔષધી વિતરણ , સ્વાસ્થ્ય માર્ગદર્શન, પ્રકૃતિ પરીક્ષણ, નાડીપરીક્ષા અને અનુરૂપ આયુષ સલાહ પણ આપવામાં આવશે.
રિપોર્ટર :અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ