GUJARATMEHSANAVIJAPUR

વિજાપુર લાડોલ કુમાર શાળાના કર્મઠ શિક્ષક શોભાબેન પટેલનો વયનિવૃત્તિ પ્રસંગ યોજાયો. નિવૃત્ત લેતા શિક્ષિકા બેને શાળાને રૂ .૫૧,૦,૦૦ નુ દાન કર્યું

વિજાપુર લાડોલ કુમાર શાળાના કર્મઠ શિક્ષક શોભાબેન પટેલનો વયનિવૃત્તિ પ્રસંગ યોજાયો.
નિવૃત્ત લેતા શિક્ષિકા બેને શાળાને રૂ .૫૧,૦,૦૦ નુ દાન કર્યું
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના લાડોલ ગામના વતની અને લાડોલ પ્રાથમિક કુમાર શાળામાં વર્ષો સુધી જેમણે શૈક્ષણિક સેવાઓ આપી છે તેવા કર્મઠ અને સંનિષ્ઠ શિક્ષિકા શોભાબેન પટેલ નિવૃત્ત થતા હોઈ તેમનો વય નિવૃત્તિ સન્માન કાર્યક્રમ પ્રાથમિક કુમાર શાળાના પટાંગણમાં યોજાયો હતો.શોભાબેન પટેલે લાડોલ પ્રાથમિક કુમાર શાળામાં પોતાની લાંબી શૈક્ષણિક કારકિર્દી દરમિયાન ખાસ કરીને ફાઉન્ડેશનલ સ્ટેજના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉમદા શૈક્ષણિક કામગીરી કરી હતી. અવનવી બાળવાર્તાઓ,બાળગીતો,અભિનયગીતો,જોડકણાં વગેરેમાં પોતાનું આગવું કૌશલ્ય ધરાવતા હતા શોભાબેન પટેલ હંમેશાં વિદ્યાર્થીઓના ખૂબ જ પ્રિય શિક્ષિકા બેન તરીકે રહ્યા છે. લોકભાગીદારી થકી પ્રાથમિક કુમાર શાળાના ભૌતિક વિકાસમાં પણ તેમનું નોંધપાત્ર યોગદાન રહ્યું છે. લાડોલ ગામમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓમાં પણ તેઓ હંમેશાં ખૂબ જ સક્રિય રહ્યાં છે. વિદ્યાર્થીઓના વાલીઓ સાથે પણ સતત સંપર્કમાં રહી તેઓને શૈક્ષણિક રીતે જાગૃત કર્યાં છે. લાડોલ ગામમાં તેમની શૈક્ષણિક અને સામાજિક સેવાઓ ખૂબ જ ઉત્કૃષ્ઠ રહી છે. તેઓની નિવૃત્તિ પ્રસંગે તેમની નોકરી દરમિયાનની યાદગાર ઉત્તમ કામગીરીની નોંધ લઇ શાળા એસ.એમ.સી.સમિતિ તેમજ પ્રાથમિક કુમાર શાળા અને કન્યા શાળાના સમગ્ર સ્ટાફ દ્વારા તેમનું શ્રીફળ,સાકર,સાલ, વિવિધ મોમેન્ટો વગેરે દ્વારા વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતુ .લાડોલ સી.આર.સી.,કૉ.ઓર્ડિનેટર સંજયભાઈ પટેલ અને લાડોલ પગારકેન્દ્રની તાબાની શાળાના આચાર્ય દ્વારા પણ તેમની કામગીરીને બિરદાવી વિવિધ મોમેન્ટો આપી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા .આમંત્રિત ગ્રામજનો એ પણ બેન નુ સન્માન કર્યું હતું આ પ્રસંગે શોભાબેન પટેલ દ્વારા કુમાર અને કન્યા શાળાના ૪૫૦થી પણ વધુ વિદ્યાર્થીઓને બટુક ભોજન પીરસવા મા આવ્યું હતુ.શાળામાં વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં મેરીટમાં આવેલ વિદ્યાર્થીઓને સન્માનિત કરવા અને શાળા વિકાસ માટે પ્રાથમિક કુમાર શાળાને ૫૧ હજાર રૂપિયાનું માતબર દાન શોભાબેન પટેલ દ્વારા આપવામાં આવ્યું હતું આ પ્રસંગે શોભાબેન પટેલનો સમગ્ર પરિવાર ઉપસ્થિત રહ્યો. શોભાબેન પટેલના પરિવાર દ્વારા કુમાર શાળા અને કન્યા શાળાના સમગ્ર સ્ટાફને યાદગાર ગિફ્ટ આપી સન્માનિત કરાયા હતા કાર્યક્રમની વ્યવસ્થા અને સંચાલન કુમાર શાળાના આચાર્ય દિનેશભાઈ રાવલ, અનિલભાઈ પટેલ અને સમગ્ર શાળા પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમની સફળતામાં લાડોલ કન્યા શાળાના આચાર્ય કમલેશભાઈ પટેલ દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!