BANASKANTHAGUJARATPALANPUR
વડગામ ખાતે આયુષ નિદાન સારવાર કેમ્પ યોજાયો
11.ઓકટોબર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર બનાસકાંઠા સુભાષભાઈ વ્યાસ
ગુજરાત સરકાર આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગનિયામક આયુષની કચેરી ગાંધીનગર દ્વારા વિકાસ સપ્તાહ” અંતર્ગત સરકારી આયુર્વેદ હોસ્પિટલ, વડગામ અધિક્ષક ડૉ. ઉર્વશીબેન મોદી ના માગૅદશૅન હેઠળ, મેનેજીંગ ટ્રસ્ટી R.V.પટેલ. ની પ્રેરક ઉપસ્થિતિમાં રાધાકૃષ્ણ મંદિર ની ધર્મ શાળા ખાતે શુક્રવારે નિઃશુલ્ક આયુષ નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ડૉ.અલ્પેશભાઈ જોષી સહિત સરકારી આયુર્વેદ હોસ્પિટલ ના સ્ટાફ ગણે કેમ્પ નું સફળ સંચાલન કર્યું હતું. તાલુકા ભાજપ મહામંત્રી શતિષભાઈ જે.ભોજક,ગાયત્રી ઉપાસક કરશનજી સોલંકી, આચાર્ય ઉદયસિંહ સોલંકી, પૂજારી જગદીશભાઈ રાવલ, સહિત તમામ ગ્રામજનો એ આયુર્વેદ નિદાન કેમ્પ સફળ બનાવવા જેહમત ઉઠાવી હતી તેમ પુષ્કર ગૌસ્વામી એ જણાવ્યું હતું.




