સંજેલી કાવડાના મુવાડા પ્રાથમિક શાળામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી.
તા. ૦૮. ૦૮. ૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Sanjeli:સંજેલી કાવડાના મુવાડા પ્રાથમિક શાળામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી.
વિશ્વમાં 9મી ઓગષ્ટ રોજ વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ સંદર્ભે તારીખ.૦૮. ૦૮. ૨૦૨૪ ના રોજ કાવડાનામુવાડા પ્રાથમિક શાળા કક્ષાએ વિશ્વ આદિવાસી દિવસની એડવાન્સ ઉજવણી કરવામાં આવી
શાળાના બાળકો આદિવાસીઓના હક,અધિકાર,સંસ્કૃતિ,આદિવાસીઓના પારંપરિક રૂઢિ-રિવાજો મુજબ અને ઇતિહાસ વિશે જાણે એ માટે કાવડાનામુવાડા પ્રાથમિક શાળામાં ચિત્રસ્પર્ધા અને વકૃત્વ સ્પર્ધાનું, નિબંધ લેખન અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે આદિવાસી પહેરવેશ અને વેશ ભુસાનુ આયોજન, આદિવાસી બોલી અને પાત્રાભિનય તેમજ આદિવાસી ભજન શાળાના બાળકો દ્વારા રજુ કરવામાં આવ્યા.
શાળાના સમગ્ર શિક્ષકો દ્વારા આદિવાસી દિવસ અંગે હિસ્ટોરિકલ રસપ્રદ માહિતી આપવામાં આવી.શાળાના આચાર્ય લાલસિંહ બારીઆ સાહેબે આદિવાસી ભાષામાં સુંદર ભજનો ગાયા અને વિશ્વ આદિવાસી દિવસનો મહિમા સમજાવ્યો.સાથે-સાથે શૈલેષભાઈ ભુરીયા,લીમસિંહ રાવત, લીલાબેન વાળવાઈ,દિનેશભાઈ બામણીયા,રમેશભાઈ ચારેલ,કેયુર પટેલ કુલદીપસિંહ રાઠોડ,જીજ્ઞેશભાઈ પરમાર તથા મહેશભાઈ બારીઆ બધાજ શિક્ષક મિત્રો એ તેમની આગવી ભાષામા ખુબજ સુંદર રીતે વિશ્વમાં આદિવાસી દિવસની ઉજવણીના ઇતિહાસ વિશે જાણકારી આપી હતી.આ પ્રસંગે બાળકો ભણવામાં ખુબ આગળ વધે, માતા-પિતા ગુરુજી અને વડીલોને હંમેશા માન આપે, સંસ્કારી બને, વ્યસન મુક્ત બને , નિરોગી સ્વાસ્થ્ય રહે ,શિસ્ત અને વિવેક રાખે અને માનપાન સાથે આદિવાસી હોવાનો ગર્વ અનુભવે આવી શુભકામનાઓ પાઠવામાં આવી