
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

આ આયુષ મેળામાં જિલ્લા આયુર્વેદ અધિકારી વૈદ્ય કાજલબેન મઢીકર દ્વારા ક આયુષ મેળાના ઉદ્દેશ્યો તથા આયુષ શાખાની વિવિધ કામગીરી અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી. ઉપસ્થિત મહાનુભાવોને સ્મૃતિચિહ્ન આપી સન્માન કરવામાં આવ્યું.
તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી પ્રતિભાબેન આહિરે વધુમાં વધુ લોકો આયુર્વેદ અને હોમિયોપેથી સારવાર પદ્ધતિનો લાભ લે તેવી અપીલ કરી હતી તેમજ નવસારી તાલુકામાં આયુષ મેળાના આયોજન બદલ જિલ્લા આયુર્વેદ અધિકારી વૈદ્ય કાજલબેન મઢીકરને અભિનંદન પાઠવ્યા અને આયુષ શાખાની કામગીરીને બિરદાવવામાં આવી.આ આયુષ મેળામાં આયુર્વેદ અને હોમિયોપેથી પદ્ધતિ દ્વારા વિવિધ રોગોની નિદાન તથા સારવાર કેમ્પ, પંચકર્મ અને અગ્નિકર્મ ચિકિત્સા, દિનચર્યા–ઋતુચર્યા માર્ગદર્શન, યોગ નિદર્શન અને માર્ગદર્શન, પ્રકૃતિ પરીક્ષણ, જીરિયાટ્રિક ઓપીડી, રોગપ્રતિકાર માટે હર્બલ ટીનું વિતરણ તેમજ આયુર્વેદ અને હોમિયોપેથી દવાઓનું વિતરણ કરવામાં આવ્યું. આયુષ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરના યોગ ઇન્સ્ટ્રક્ટર દ્વારા યોગાસનોનું પ્રદર્શન પણ કરવામાં આવ્યું. ઉપરાંત ઔષધીય વનસ્પતિઓનું પ્રદર્શન યોજાયું. આ આયુષ મેળામાં સરપંચશ્રી ગણેશ સિસોદ્રા શ્રીમતી ભારતીબેન પટેલ, રામજી મંદિરના પ્રમુખ શ્રી હેમંતભાઈ પટેલ, ઉપપ્રમુખ શ્રી રાજુભાઈ પટેલ, કન્યા શાળાના આચાર્ય શ્રી જતીનભાઈ પટેલ, કુમાર શાળાના આચાર્ય શ્રી અમિતભાઈ પટેલ તેમજ ગ્રામ પંચાયતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.




