
અજાબ -૨ ગામ અને સમગ્ર જિલ્લા માટે ગર્વની ક્ષણ આયુષ્માન આરોગ્ય મંદિર, અજાબ-૨ NQAS (National Quality Assurance Standards) એસેસમેન્ટમાં જિલ્લામાં પ્રથમ ક્રમે આવ્યું છે. આ સફળતા ડો.અમિત વણપરીયા, ડૉ.અરુણાબેન લાડાણી આ સફળતાના પાયામાં નિરંતર માર્ગદર્શન, પ્રોત્સાહન દ્રારા અજાબ-2 ની ટીમ મૌલિકભાઈ શેખાત, કેતનભાઈ કાથડ, તેજલબેન સિંધવ અને આશા બહેનો, સાથી કર્મચારીઓ મહેનત દ્વારા અજાબ.૨ સબ-સેન્ટર ને જિલ્લામાં પ્રથમ નંબર મળ્યો છે, અને આ તેમની રાત-દિવસની સખત મહેનત વગર શક્ય ન હતું. જીલ્લા પંચાયતના સભ્ય ધર્મિષ્ઠાબેન કમાણી તથા અજાબ ગ્રામ પંચાયત સરપંચ મગનભાઈ અધેરા દ્રારા અજાબ-2 ટીમનું સન્માન કરવામાં આવ્યું . આપણો ઉદ્દેશ્ય હંમેશા છેવાડાના માનવી સુધી ઉત્તમ સ્વાસ્થ્ય સેવાઓ પહોંચાડવાનો રહેવો જોઈએ જે આપ કરી રહ્યા છો,આ સિદ્ધિ માત્ર એક રેન્ક નથી, પણ ગુણવત્તાયુક્ત સ્વાસ્થ્ય સેવાઓ પ્રત્યેના તમારા સમર્પણનું પ્રતીક છે.
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ





