DAHODGUJARAT

દાહોદ તાલુકાના ટાન્ડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આયુષ્માન આરોગ્ય શિબિર યોજાઈ

તા. ૧૧. ૧૦. ૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ તાલુકાના ટાન્ડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આયુષ્માન આરોગ્ય શિબિર યોજાઈ

દાહોદ જિલ્લા ના દાહોદ તાલુકા ના પ્રા આ કે ટાન્ડા ના આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે આજ તા.૧૧.૧૦.૨૦૨૪ ના રોજ માન મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી , જિલ્લા ક્ષય અધિકારી તથા તાલુકા હેલ્થ ના માર્ગદર્શન હેઠળ આયુષ્માન આરોગ્ય શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું તે અંતર્ગત આવેલ તમામ દર્દીઓ નું એન સી ડી સ્ક્રીનીંગ, પીએમજેવાય કાર્ડ એનરોલમેંટ, એચ આઇ વી ટેસ્ટ, હિમોગ્લોબીન ટેસ્ટ કરવામાં આવ્યું પ્રા આ કે ના મે ઓ  દ્વારા ઉપરોક્ત ટેસ્ટ તેમજ વિવિધ બીમારીઓ અંગે માર્ગદર્શન આપી જુદી જુદી બીમારીઓ થી બચવાના ઉપાય તથા નિયમિત સારવાર લેવા સમજ આપવામાં આવી   તદ ઉપરાંત અંતરિયાળ વિસ્તાર ના સારવાર હેઠળના ટીબીના જરૂરિયાત વાળા 20 દર્દીઓ ને પ્રા આ કે ના સ્ટાફ દ્વારા નીક્ષય પોષણ કીટ નું વિતરણ ટાન્ડા ગામના સરપંચશ્રી ની ઉપસ્થિતિ મા કરવામાં આવ્યું આ પ્રસંગ નિમિતે પ્રા આ કે ના મેડિકલ ઓફિસર, સુપરવાઈઝર, મ પ હે વ, એલ ટી, સી એચ ઓ, આશા, આશા ફેસિલેટર,પટાવાળા તથા લાભાર્થીઓ ઉપસ્થિત રહી પ્રોગ્રામ સફળ બનાવવા મા સહયોગ આપેલ છે

Back to top button
error: Content is protected !!