GUJARATJUNAGADH CITY / TALUKO

જુનાગઢના મુબારકબાગ વિસ્તારમાંથી ૫.૫૭૮ કિલો ગાંજા સાથે એક મહિલા સાહિત ત્રણને પકડી પાડતી બી ડિવિઝન પોલીસ

વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જુનાગઢ : પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા દ્વારા તાજેતરમા ડ્રગ્સ વિરોધી ઝુંબેશ અંતર્ગત યુવાનો તથા તેમના વાલીઓમાં જાગ્રુતી આવે અને સ્વસ્થ સમાજનુ નિર્માણ થાય એવા શુભ આશયથી ” રન ફોર જુનાગઢ ” જેવા કાર્યક્રમનુ આયોજન કરવામા આવેલ હતું, અને સાથે-સાથે આવી પ્રવ્રુતીને કેવી રીતે સંપુર્ણપણે ડામી “Say No To Drugs ” સુત્રને સાર્થક કરી શકાય તે અર્થે જરૂરી સલાહ સુચનો આપેલ હોય, અને જિલ્લાના તમામ પોલીસ મથકોના પોલીસ સ્ટાફને સૂચનાઓ કરવામાં આવી હોય કે આવી નશા યુક્ત પ્રવૃત્તિ કરતા ઈસમોને પકડી તેની સામે સખત કાર્યવાહી કરવી.
જે અનુસંધાને જુનાગઢ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક હિતેશ ધાંધલ્યાના સીધા માર્ગદર્શન હેઠળ “બી” ડીવી.પો.સ્ટે ના પો.ઇન્સ એચ.પી. ગઢવીની સુચના મુજબ ગુન્હા શોધક શાખાના પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા, તે દરમ્યાન પો.હેડ.કોન્સ જાદવભાઇ સુવા તથા પો.કોન્સ. વિક્રમભાઇ પરમારને સંયુક્તમા બાતમી મળી કે જૂનાગઢ શહેરના જયશ્રી ટોકીઝ પાછળ આવેલ મુબારકબાગમાં રહેતા સોમીબેન વા/ઓ ચમનભાઇ મકવાણા ઉ.વ.-૪૯, ગોપાલ લાલજીભાઇ ચુડાસમા ઉ.વ.-૫૫, શૈલેષ મનસુખભાઇ મકવાણા પાસે ગાંજો હોય, જે આધારે એન.ડી.પી.એસ.એક્ટની જોગવાઇ મુજબ બી ડીવી.પો.સ્ટે.ના પો.ઇન્સ. એચ.પી. ગઢવી તથા પો.સબ.ઇન્સ. એચ.ડી.પરમાર તથા પી.એ. જામંગ, એ.એસ.આઇ. એ.યુ. આરબ, પો.હેડ.કોન્સ કૈલાસભાઇ એન. જોગીયા, વિપુલભાઇ એમ. રાઠોડ, જાદવભાઇ સરમણભાઇ સુવા, પો.કોન્સ. કરશનભાઇ ગોવિંદભાઇ ભારાઇ, વિક્રમભાઇ મનસુખભાઇ પરમાર, રવિન્દ્રભાઇ હમીરભાઇ વાંક, મુકેશભાઇ મગનભાઇ મકવાણા, ભુપતભાઇ દાનાભાઇ ધુડા સહિતના પોલીસ સ્ટાફ દ્વારા રેઇડ કરતા જુનાગઢ જયશ્રી ટોકીઝ પાછળ આવેલ મુબારકબાગ વિસ્તારમાંથી કુલ ૫.૫૭૮ કિલો ગ્રામ કેનાબીસ/મેરીજુઆના (ગાંજો) કિ.રૂા.૫૫,૭૮૦/- સાથે એક મહિલા સહિત કુલ ત્રણ આરોપીઓને પકડી પાડી જુનાગઢ “બી” ડીવીઝન પો.સ્ટે. એન.ડી.પી.એસ. એકટ કલમ-૮(સી), ૨૦(બી) (૨)(બી), ૨૯ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Back to top button
error: Content is protected !!