DAHODGUJARAT

દાહોદના બસ સ્ટેન્ડ આગળ નજીવી બાબતે ઝધડો તકરાર થતા મામલો ઉગ્ર થતા બી ડીવિઝન પોલીસ ઘટના સ્થળે પહોચી

તા.૧૯.૧૦.૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદના બસ સ્ટેન્ડ આગળ નજીવી બાબતે ઝધડો તકરાર થતા મામલો ઉગ્ર થતા બી ડીવિઝન પોલીસ ઘટના સ્થળે પહોચી

દાહોદ શહેરના બસ સ્ટેન્ડ આગળ મારામારીનો ઝધડા તકરારનો સિલસિલો યથાવત રહેવા પામ્યો છે.દિન પ્રતિ દિન દાહોદ શહેરના બસ સ્ટેન્ડ વિસ્તારમાં થતી મારા મારી ઝધડા તકરારો પોલીસ ચોપડે નોંધાઈ છે.જેમાં આજે ફરીવાર દાહોદ બસ આગળ બે યુવકો વચ્ચે કઈ વાતને લઈ ઝધડો તકરાર થતા લોક ટોળા ઉમટી પડ્યા હતા.અને ૨૪ કલાક ટ્રાફિકથી ધમ ધમતા એવા વિસ્તારમાં ઝધડો તકરાર થતા ક્યાંકને ક્યાંક વિસ્તારમાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.બે યુવકો વચ્ચે ઝધડો તકરાર થતા ફરજ પર હાજર પોલીસ કર્મીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી.બન્ને યુવકોને પકડી દાહોદ બી ડીવીજન પોલીસ મઠકે લઈ જવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે

Back to top button
error: Content is protected !!