AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લાની આહવા નગરની બહેનોએ અહિલ્યાબાઈ હોળકરની 300મી જન્મ જયંતીની ભવ્ય ઉજવણી કરી..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

પ્રાપ્ત વિગતો અનુસાર રાજમાતા જીજાબાઈની જન્મજયંતી નિમિત્તે આહવા નગરની બહેનોએ દેવી અહિલ્યાબાઈ હોળકરની 300મી જન્મ જયંતી વર્ષ નિમિત્તે માનવંદના કાર્યક્રમનું આયોજન કર્યું હતુ.આ કાર્યક્રમમાં ભારતની ઇતિહાસમાં મહત્વનું યોગદાન આપનાર નારીઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.દેવી અહિલ્યાબાઈ હોળકર જેવી શિવભક્ત, શિક્ષણ પ્રેમી અને પ્રજાવત્સલ રાણીએ ભારતના વિકાસમાં અમૂલ્ય યોગદાન આપ્યું હતુ.તેમણે ખેતી, રાજવ્યવસ્થા અને પ્રશાસન જેવા ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરી હતી.

આ ઉપરાંત, તેમણે ભારતના 12 જ્યોતિર્લિંગો સહિત અસંખ્ય મંદિરોનું પુનઃનિર્માણ કરીને ભારતની સમૃદ્ધ સંસ્કૃતિનું રક્ષણ કર્યું હતુ.આ કાર્યક્રમમાં બહેનોને આહ્વાન કરવામાં આવ્યુ હતુ કે,તેઓ અહિલ્યાબાઈ જેવી મહાન નારીઓના આદર્શોને અપનાવીને ભારતની સાંસ્કૃતિક ધરોહરને જાળવી રાખે અને દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપે.આ પ્રસંગે રાણી દુર્ગાવતીની 500મી જયંતી અને સ્વામી વિવેકાનંદના ધર્મ પ્રચારના યોગદાનને પણ યાદ કરવામાં આવ્યુ હતુ.તરુણી અને મહિલાઓને તેમના સાહસ અને પ્રેરણાથી પ્રેરિત થવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.આ કાર્યક્રમમાં બહેનોને આહ્વાન કરવામાં આવ્યુ હતુ કે,તેઓ દર મહિને ભેગા મળીને સંસ્કૃતિના વિચારો પર ચર્ચા કરે અને આપણી સંસ્કૃતિ અને સંસ્કારોનું રક્ષણ કરવા માટે આગળ આવે.આ કાર્યક્રમ દ્વારા આહવાની બહેનોએ દેશની મહાન નારીઓને શ્રદ્ધાંજલિ આપી અને અગામી પેઢીને પ્રેરણા પૂરી પાડી હતી..

Back to top button
error: Content is protected !!