
સમીર પટેલ, ભરૂચ
પ્રાથમિક શાળામાં સાહોલમાં બાબાસાહેબ ડૉ.ભીમરાવ આંબેડકરના મહાપરિનિર્વાણ દિન નિમિતે શાળાના આચાર્ય નિલેશભાઈ ડી. સોલંકીના માર્ગદર્શન હેઠળ ભારતના બંધારણના ઘડવૈયા,ભારત રત્ન,અર્થશાસ્ત્રી,સમાજસુધારક એવા બાબાસાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરની પુણ્યતિથિ નિમિતે તેઓએ કરેલા કાર્યો તેમજ જીવનચરિત્ર પ્રેરણાદાયી વાતો વિશે બાળકોને વિસ્તૃત સમજ આપવામાં આવી હતી.શિક્ષકો અને બાળકોએ શાળામાં બાબાસાહેબના ફોટાને ફૂલ ચઢાવી શ્રદ્ધાંજલિ આપી હતી.આ પ્રસંગે સી. આર.સી. કૉ-ઓરડીનેટર જીગ્નેશભાઈ પટેલ,શિક્ષકગણ નરેશભાઈ પટેલ, તેજસકુમાર પટેલ હાજર રહ્યા હતા.




