
બહાઉદ્દીન સરકારી વિનયન કોલેજ, જૂનાગઢમાં ચાલતા સાઈબર સિક્યુરિટી પ્રોગ્રામ કવચ અંતર્ગત રાજ્ય સરકારશ્રીના દિશા સૂચન અન્વયે અને સંસ્થાના આચાર્ય શ્રી ડૉ.જે.આર.વાંઝાના પ્રેરણારૂપી માર્ગદર્શનથી કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા શ્રીમતી એન બી.કાંબલિયા કન્યા વિદ્યાલય, જૂનાગઢ ખાતે સોશિયલ સાઇબર સિક્યોરિટી વિષયક જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કોલેજના સમાજશાસ્ત્ર વિભાગની વિદ્યાર્થીની બહેનો પંપાણિયા નિધિ, મેઘનાથી જાનકી, જીલ કરમૂર, ઉર્વીશા બમરોટિયા, મોનિકા ચંદ્રવડિયા દ્વારા સ્કિટ નાટક તૈયાર કરીને કન્યા વિદ્યાલયની બહેનો સમક્ષ રજૂ કરાયું હતું. તેમજ સોશિયલ મીડિયામાં ફ્રોડનો શિકાર ન બનીએ તે માટે શું સાવધાની રાખવી અને એવી કોઈ બાબત બને તો શું કરવું તે અંગે માહિતી આપી હતી. આ ઉપરાંત પ્રકલ્પ કોર્ડીનેટર શ્રી ડૉ.મેઘરાજસિંહ જાડેજા દ્વારા વિદ્યાર્થીઓને મુંઝવતા પ્રશ્નોના જવાબો આપવામાં આવ્યા હતા. કોલેજની કવચ સમિતિના કોર્ડીનેટર શ્રી ડૉ.જીગ્નેશ કાચા દ્વારા સમગ્ર આયોજન અંગેનું સંકલન કરવામાં આવ્યું હતું.આ તકે શ્રીમતી એન.બી.કાંબલિયા કન્યા વિદ્યાલયના આચાર્યા શ્રી કુસુમબેન બારિયા અને કા.આચાર્યા શ્રી અલ્કાબેન સોલંકી દ્વારા બહેનોને સક્રિય ભાગીદારી લેવા પૂરતો સહયોગ કર્યો હતો. જૂનાગઢ શહેરમાં કોઈ દીકરી સાઇબર ફ્રોડનો શિકાર ન બને તે માટે જાગૃતિ લાવવા બહાઉદ્દીન સરકારી કોલેજ અને તેના વિદ્યાર્થી સતત અભિયાનરત છે. તેમ આચાર્યશ્રી, બહાઉદ્દીન કોલેજ, જૂનાગઢની યાદીમાં જણાવવામાં આવ્યું છે
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ




