ANANDANAND CITY / TALUKOGUJARAT

અમિત શાહ ને લઈને બહુજન સમાજ પાર્ટી એ આવેદન આપ્યું.

અમિત શાહ ને લઈને બહુજન સમાજ પાર્ટી એ આવેદન આપ્યું.


તાહિર મેમણ – આણંદ – 24/12/2024 – અમિત શાહે પોતાના ભાષણ દરમિયાન ડૉ. બી.આર. આંબેડકરના વારસાનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે આજકાલ આંબેડકરનું નામ લેવાની ફૅશન થઈ ગઈ છે.

અમિત શાહે કહ્યું, “હવે આ એક ફૅશન થઈ ગઈ છે. આંબેડકર, આંબેડકર, આંબેડકર, આંબેડકર… જો આટલી વખત ભગવાનનું નામ લીધું હોત તો સ્વર્ગ મળી ગયું હોત.”

અમિત શાહના સમગ્ર ભાષણના આ એક ભાગ ઉપર ભારે વિવાદ થઈ રહ્યો છે. અમિત શાહના નિવેદનની સામે ટીપ્પણીના વિરોધમાં આજરોજ બહુજન સમાજ પાર્ટી, નવસર્જન ટ્રસ્ટ – આણંદ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.

આ આવેદનપત્રમાં જણાવ્યું છે કે, ભારતીય સંવિધાનના 75 માં વર્ષ નિમિત્તે તારીખ 17 ડિસેમ્બરના રોજ રાજ્યસભામાં સત્તા પક્ષ અને વિપક્ષ બંને દ્વારા ભારતીય સંવિધાન બાબતે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં સત્તા પક્ષના ગૃહમંત્રી અમિત શાહ દ્વારા 91 મિનિટનું ભાષણ કરવામાં આવ્યું હતું. આ ભાષણની શરૂઆતમાં બીજા રાજનેતાઓને શાબ્દિક માનસન્માનથી યાદ કરવામાં આવ્યા હતાં. પરંતુ, ભારતીય સંવિધાનના શિલ્પીકાર ડૉ. બાબા સાહેબ આંબેડકરનું અમૂલ્ય યોગદાન યાદ કરવામાં આવ્યું ન હતું. તદુપરાંત લોકસભામાં તેમને આંબેડકર… આંબેડકર… આંબેડકર કહી જેને ફેશન ગણવામાં આવી છે, જો આટલું નામ ભગવાનનું લેવામાં આવે તો સાત જનમ સુધી સ્વર્ગ મળે. આવી અભદ્ર ટીપણી કરવામાં આવી હતી. જેથી દલિતો, આદિવાસીઓ, ગરીબોની લાગણી દુભાઈ છે.

દલિતો પર અત્યાચાર, આભડછેટ, માથે મેલું ઉપાડવાની પ્રથા અને સ્ત્રી પર બળાત્કાર ડામવામાં તમારી નિષ્ફળતા. ધર્મનું ઝેર ફેલાવી દેશની અખંડિતતા ખેદાનમેદાન કરવાની તમારી નીતિ, દલિત-આદિવાસી માટે અનામત, ટોચ અને ગણોતધારાની જમીનોના અધિકારનો અમલ ન કરવાની તમારી દાનત, દલિત-આદિવાસીની વસ્તીના ધોરણે અંદાજપત્રમાં નાણાં ફાળવવાની નીતિને અભરાઈએ ચઢાવી દેવાના તમારા કાર્યક્રમોથી ભારતમાં દલિત-આદિવાસી-ગરીબ માટે તમે નર્ક ઊભું કર્યું છે. ભારતના બંધારણે અમને આઝાદી અધિકાર, સમાનતા અને સ્વમાન આપ્યા છે. માટે અમે ડૉ. આંબેડકરને આધુનિક ભારતના પિતા માનીએ છીએ. જય ભીમ બોલવું તે અમારી ‘ફેશન’ નહીં પણ અમારો પેશનએટલે કે જુસ્સો છે.

Back to top button
error: Content is protected !!