કાલોલમા રીકવરી માટે આવેલા ફાઇનાન્સ કંપનીના મેનેજર ને થપ્પડો મારી જાન થી મારી નાખવાની ધમકી આપનાર સામે ફરીયાદ
તારીખ ૨૬/૧૧/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
આરોહણ આવિષ્કાર ગ્રુપ માઇક્રો ફાઇનાન્સ કંપનીમાં બ્રાન્ચ મેનેજર તરીકે ફરજ બજાવતા વિક્રમભાઈ ચીમનભાઈ પરમાર તેઓના સહકર્મચારી કિરણભાઈ બારીયા સાથે ગત ૨૫ ઓક્ટોબરના રોજ તેઓની કંપનીએ કરેલ લોન ની રિકવરી માટે હાલોલ આવેલા અને ત્યાંથી બપોરના ૧૨:૩૦ કલાકે કાલોલ ખાતે સર્વોદય સોસાયટીમાં રહેતા સાલેહાબેન ઈદરીશ ખાન પઠાણને ત્યાં આવેલા અને તેઓની સાથે વાતચીત કરતા હતા ત્યારે તેમની નજીક રહેતા આરીફભાઈ અહેમદભાઈ તાસિયા ત્યાં આવી ગયા હતા અને તમે શેના ઇશારા કરો છો તેમ કહી ગાળો બોલી ફરિયાદી તેમજ તેઓને સાથે આવેલા કિરણભાઈ સાથે જપાજપી કરવા લાગેલા અને ગદડા પાટુનો માર માર્યો હતો વધુમાં ફરિયાદીને મોઢામાં ડાબી બાજુ બે-ચાર થપ્પડો મારી દીધી હતી અને મારી છોકરી એ પણ તમારી ફાઇનાન્સ માંથી લોન લીધેલી છે જેના રૂપિયા તમોને આપવાના નથી થાય તે કરી લેજો અને હવે પછી સોસાયટીમાં હપ્તાના રૂપિયા લેવા આવશો છો તો જાન થી મારી નાખીશ તેવી ધમકીઓ આપી હતી. સમગ્ર બાબતે બ્રાન્ચ મેનેજર ને તેઓના ઉપલા અધિકારી દ્વારા આદેશ મળતા તેઓએ એક માસ બાદ આજ રોજ કાલોલ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી.