
તસ્વીર: કુંજન પાટણવાડીયા
_BKPL અનુપ મહેતા ક્રિકેટ ટુર્નામેન્ટ અંતર્ગત શિવનાદ વૃંદ ટ્રોફી ના અયોજન માં બાજ સુપર ઇલેવન આ વર્ષે પણ વિજેતા, BS ઇલેવન રનર્સઅપ રહ્યા_
બાજખેડાવાળ સમાજ ના પાટનગર સમાન ઉમરેઠ નગર માં દરવર્ષ ની માફક આ વર્ષે ગત ૧૦-૧૧ જાન્યુઆરી ના રોજ ક્રિકેટ ટુર્નામેન્ટ નું આ વર્ષે પણ સફળ આયોજન થયું.
ઉલ્લેખનીય છે કે આ ક્રિકેટ ટુર્નામેન્ટ માં ઉમરેઠ, આનંદ, કરમસદ, નડિયાદ, સુરત, વડોદરા, અમદાવાદ, ડુંગરપુર (રાજસ્થાન) ના મળી કુલ આઠ ટીમોએ ભાગ લીધેલ હતો. આ દ્વિદિવસીય ટુર્નામેન્ટ ને વિરેન્દ્રભાઈ મહેતા અને જ્ઞાતિ પ્રમુખ અજીતભાઈ દવે ના વરદહસ્તે ઉદ્ઘાટિત કરાઈ હતી. ત્યારબાદ તમામ ટીમ વચ્ચે યોજાયેલ રોમાંચક મેચનો ની સ્પર્ધામાં આ વર્ષે પણ બાજ સુપર ઇલેવન વિજેતા અને BS ઇલેવન ટિમ રનર્સઅપ રહ્યા હતા.
આ ટુર્નામેન્ટ ને ચાલક બળ પુરું પાડવા માટે સમિતિ ના સ્થાપક ચેરમેન હૃદયસ્થ અનુપ મહેતા ના પરિજનો, શિવનાદ વૃંદ ના શ્રીમતી સ્મૃતિબેન અને શ્રી સદાશિવભાઈ દવે પરિવાર, હેમલભાઈ દવે, ધનંજયભાઈ જોશી, કલ્પેશભાઈ દવે, સંદીપભાઈ ત્રિવેદીનો નો ખાસ આર્થિક સહયોગ રહ્યો હતો.





