Gondal: ગોંડલના આંગણવાડી કેન્દ્રો ખાતે ‘‘બાલક પાલક સર્જન’’ કાર્યક્રમ યોજાયો
તા.૨૩/૫/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
બાળકોના વાલીઓને આંગણવાડીનું મહત્વ સમજાવાયું
Rajkot, Gondal: ગોંડલ તાલુકાના ગોંડલ ધટક ૧ અને ૨ ના આંગણવાડી કેન્દ્રો ખાતે તા.૨૦ અને તા. ૨૧ ના રોજ આંગણવાડીઓમાં ‘‘બાલક પાલક સર્જન’’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સી.ડી.પી.ઓશ્રીએ આ તકે પૂર્વ પ્રાથમિક શિક્ષણ, બાળકોના વિવિધ કક્ષાના ૬ વિકાસ તેમજ ‘‘મારી વિકાસયાત્રા’’ વિશે સમજ આપી હતી. સુપરવાઈઝરશ્રીઓએ આંગણવાડી શું છે? અને બાળકોને શા માટે આંગણવાડીમાં પ્રવેશ આપવો જોઈએ? તે બાબતે વાલીઓને વિસ્તારપૂર્વક જાણકારી આપી હતી.
આંગણવાડી વર્કરો દ્વારા આંગણવાડીમાં પ્રવેશ મેળવવા માટેની નાની વાર્તાને પપેટ શો દ્વારા રજૂ કરી વાલી અને બાળકોને આંગણવાડી પ્રત્યે આકર્ષણ થાય તેવો પ્રયત્ન કરી બાળગીતો દ્રારા જ્ઞાન સાથે ગમ્મત રજૂ કરાયા હતા. આંગણવાડી કાર્યકરો દ્વારા પૂર્વ પ્રાથમિક શિક્ષણની થીમ આધારિત પ્રદર્શન અને મારી વિકાસયાત્રા,રમત ગમતનું પ્રદર્શન ગોઠવાયા હતા. આ તકે વાલીઓ પાસેથી અભિપ્રાયો પણ લેવામાં આવ્યા હતા.
આંગણવાડીના અગાઉના કાર્યક્રમોમાં બાળકો દ્વારા કરવામાં આવેલ સારી પ્રવૃતિઓનું પ્રદર્શન પણ રાખવામાં આવ્યું હતું. ભૂલકાઓ માટે બનાવેલ સેલ્ફી પોઇન્ટે આકર્ષણ જમાવ્યુ હતુ. આ કાર્યક્રમને સફળ બનાવવા આંગણવાડી કેન્દ્રોના વર્કર અને હેલ્પરે જહેમત ઊઠાવી હતી. કાર્યક્રમમાં ઈન્ચાર્જ સી.ડી.પી.ઓ સોનલબેન વાળા તેમજ સુપર વાઈઝર ભાવનાબેન, બંસરીબેન , ચંદાબેન, પી.એસ.ઈ. ઈન્સ્ટ્ર્કટર દવે કૃતિબેન,પીન્ટુબહેન દવે, વર્ષાબેન ભટ્ટ,નયનાબેન સિંહાર,નયનાબેન મહેતા,મુક્તાબેન, પી.એસ.ઈ. ઇન્સ્ટ્રક્ટર ધવલભાઈ પરમાર સહિત આંગણવાડીના બહેનો,વાલીઓ અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા.