
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી જિલ્લાના તમામ આંગણવાડી કેન્દ્રોમાં બાલક પાલક સર્જન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
અરવલ્લી જિલ્લાના તમામ આંગણવાડી કેન્દ્રોમાં બાલક પાલક સર્જન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. જેમાં તા. ૨૦/૦૫/૨૦૨૫ ના રોજ ૩ થી ૬ વર્ષના બાળકો અને વાલી સાથે મળી છાપકામ, ચીટક કામ,રંગકામ, રેતકામ જેવી સર્જનાત્મક પ્રવૃતિ કરવામાં આવેલ. આંગણવાડી કેન્દ્રમાં બાળકો નિયમિત આવે અને પૂર્વ પ્રાથમિક શિક્ષણની પ્રવૃતિ કરે તેનાથી વાલી અવગત થાય તે હેતુથી બાળકો અને વાલી સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
તા.૨૧/૦૫/૨૦૨૫ ના રોજ આંગણવાડી કેન્દ્રમાં પ્રવેશપાત્ર ૨ થી ૩ વર્ષના બાળકો અને તેમના વાલીઓને આંગણવાડી કેન્દ્રોમાં આમંત્રિત કરવામાં આવ્યા હતા. આંગણવાડી કેન્દ્રમાંથી અપાતી વિના મૂલ્યે સેવાઓ અને પૂર્વ પ્રાથમિક શિક્ષણ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. તેમજ તેમના બાળકોને આંગણવાડી કેન્દ્રમાં જ પ્રવેશ અપાવે તે માટે આંગણવાડી અંગે જાગૃતતા લાવવાના પ્રયાસ કરવામાં આવ્યો.





