GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
બાલાસિનોર પબ્લિક સ્કૂલની ફૂટબોલ ટીમ રાજ્ય કક્ષા માટે પસંદગી
તારીખ ૦૮/૦૮/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
મહિસાગર જિલ્લાના બાલાસિનોર ખાતે યોજાયેલી શાળાકીય એસ.જી.એફ.આઇ.૨૦૨૪ ની રમતગમત સ્પર્ધામાં બાલાસિનોર પબ્લિક સ્કૂલ અંગ્રેજી માધ્યમના બાળકોએ વિવિધ રમતોમાં ભાગ લીધો હતો જેમાં અંડર ૧૪ છોકરાઓની ટીમ ફૂટબોલમાં તાલુકા તથા જિલ્લા કક્ષાએ વિજય બની રાજ્યકક્ષા માટે પસંદગી પામેલ છે જેમાં શેખ અયાન નઇમભાઈ ચક્રફેક ની સ્પર્ધામાં તાલુકા કક્ષાએ વિજય મેળવી જિલ્લા કક્ષા માટે પસંદગી પામેલ છે જેમાં બાળકોની રમતગમત પ્રત્યેની રુચિ અને પીટીઆઇ સાની મલેક ની મહેનત થકી શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ પ્રકારની સ્પર્ધાઓમાં ભાગ લઇ ઉચ્ચ સિદ્ધિ પ્રાપ્ત કરેલ છે તે બદલ શાળા સંચાલક મંડળ તથા સમગ્ર સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી.