GUJARATMAHISAGARSANTRAMPUR

બાલાસિનોર ટાઉન પોલીસે વ્હોરવાડ વિસ્તારમાંથી ચોરાયેલી બાઈક ચોરીનો ભેદ ઉકેલ્યો.

બાલાસિનોર ટાઉન પોલીસે વ્હોરવાડ વિસ્તારમાંથી ચોરાયેલી બાઈક ચોરીનો ભેદ ઉકેલ્યો…

અમીન કોઠારી મહીસાગર

તા. ૫/૮/૨૪

મહિસાગર જીલ્લા પોલીસ દ્વારા મિલ્કત સબંધી/વાહન ચોરી ગુન્હા શોધી કાઢવા સુચના કરેલ જે આધારે મહે,નાયબ પોલીસ અધિક્ષક કમલેશ વસાવા નાઓના માર્ગદર્શન ફેઠળ તથા પો.ઇન્સ એ.એન.નિનામાં નાઓની સુચના મુજબ મિલ્કત સંબંધી/વાહન ચોરી ગુન્હા શોધી કાઢવા સારૂ સુચના કરી હતી.

જે અંતર્ગત બાલાસિનોર ટાઉન પોસ્ટ ખાતે પીઆઈ એ.એન.નિનામા તેમની ટીમ પોલીસ સ્ટાફનાં માણસો સાથે બાલાસિનોર ઢગવા નાકા ઉપર વાહન ચેકીંગમાં ઉભા હતા, તે દરમ્યાન એક બ્લેક કલરનુ બાઇક ઉભું રાખેલ ,જેની ઉપર શંકા જતા તેને પોકેટ કોપ મોબાઈલથી સર્ચ કરતા બાઇક બાલાસિનોર ટાઉનમાંથી ચોરાયી હતી.નામ. કામ પુછતા મિથુન દશરથભાઈ ભોઇ મુળ રહે.રામ પ્રેમચંદપુરા તા.બાલાસિનોર જી.મહીસાગરનો હોવાનું જણાવ્યુ હતુ.મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા પામી હતી.

Back to top button
error: Content is protected !!