જાહેર માર્ગો પર પશુઓને ઘાસચારો નાખવા પર પ્રતિબંધ

જાહેર માર્ગો પર પશુઓને ઘાસચારો નાખવા પર પ્રતિબંધ
******
સાબરકાંઠા જિલ્લામાં જાહેર રસ્તાઓમાં કેટલાક લોકો દ્વારા ઘાસચારો વેચાતો હોય અને જીવદયા પ્રેમીઓ દ્રારા રોડ ઉપર વાહન પાર્ક કરી જાહેરમાં રખડતા પશુઓને ઘાસચારો ખવડાવતા હોય છે. જે લોકોના સ્વાસ્થ્ય અને જાહેર માર્ગ સલામતીને ભયરૂપ હોય માર્ગ અકસ્માત થવાની શક્યતાઓ રહેલી છે.આથી આમ જનતાની સલામતી હેતુસર જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી શ્રી ડો. રતનકંવર ગઢવીચારણ દ્વારા જાહેર રસ્તાઓ, જાહેર માર્ગો, ફૂટપાથ ઉપર કોઈપણ વ્યક્તિ દ્વારા ઘાસચારાનું વેચાણ કરવા તથા જાહેરમાં પશુઓને ઘાસચારો નાખવા તે સમગ્ર બાબતો ઉપર પ્રતિબંધ ફરમાવામાં આવ્યો છે.
આ પ્રતિબંધિત વિસ્તાર રિલાયન્સ માર્ટ સામે, બેરણા રોડ, હિંમતનગર, જૂની જિલ્લા પંચાયતની આગળ રેલ્વે ફાટક સામે, દુર્ગા કોમ્પ્લેક્સ વાળા રેલવે ફાટક પાસે, સી.સી શેઠના પેટ્રોલ પંપ સામે ગળનાળા ઉપર, જેપી મોલ સામે મહાકાલી -ગાયત્રી મંદિર રોડ, ધાણધા ફાટક પાસે, છાપરીયા ચોકડી હનુમાનજી મંદિર પાસે, બળવંતપુરા ફાટક પાસે, ડેમાઇ રોડ આ જાહેર માર્ગો પર પશુઓને ઘાસચારો નાખવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
આ હુકમ તા. ૨૩/૧૦/૨૦૨૪ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સહિતાની જોગવાઇ મુજબ શિક્ષાને પાત્ર થશે.
અહેવાલ:- પ્રતિક ભોઈ


