GUJARATHIMATNAGARSABARKANTHA

હિંમતનગર શહેરના પોલો ગ્રાઉન્‍ડ વિસ્‍તારમાં ભારે વાહનો પર પ્રતિબંધ

હિંમતનગર શહેરના પોલો ગ્રાઉન્‍ડ વિસ્‍તારમાં ભારે વાહનો પર પ્રતિબંધ
***************
હિંમતનગર શહેરની હદમાં આવતા મોતીપુરાથી મહેતાપુરા એન.જી સર્કલ સુધી ભારે વાહનોને પ્રવેશવા પર પ્રતિબંધ કરવામાં આવ્યો છે. પેરેમાઉન્ટ હોટલ સામેના રોડથી અંબર સિનેમા રોડ થી પોલોગ્રાઉન્ડ વિસ્‍તાર, મસ્‍જીદ રોડ થી સ્‍વામિનારાયણ મંદિર થી રેલ્વે ફાટક, સહકાર હોલ થી સંઘના પ્રેટ્રોલ પંપ સુઘી પસાર થતાં રોડ – રસ્‍તા ઉપર તમામ ફોર વ્હીલ વાહનો જેવા ટ્રેકટરો, ટેમ્પો, ટ્રકોને પ્રવેશવા ઉપર પ્રતિબંઘ ફરમાવતો હુકમ જિલ્‍લા કલેકટરશ્રી લલીત નારાયણ સિંઘ સાંદુએ કર્યો છે.
જિલ્‍લા કલેકટરશ્રીએ જાહેરનામામાં જણાવ્યું છે કે,પોલોગ્રાઉન્ડ વિસ્‍તારમાં રહેણાંક મકાનો, ઘાર્મિક સ્‍થળો, સ્‍કુલો વગેરે હોવાથી આ વિસ્‍તારમાંથી પસાર થતાં રોડ ઉપર મોટી સંખ્યામાં લોકો અને વાહનોની અવર જવર થતી રહે છે. મોટા ભાગના લોકો મહાવીર નગરથી બહુમાળી ભવન આવવા જવા આ માર્ગનો ઉપયોગ કરે છે. જેથી આ માર્ગ પર ભારે ટ્રાફિકના કારણે અકસ્‍માતના બનાવો બનતા રહે છે. આ સમસ્‍યાનું નિવારણ લાવવા માટે ભારે વાહનો જેવા કે ટ્રકો, ટ્રેકટરો, ટેમ્પો જેવા વાહનો પર પ્રતિબંઘ ફરમાવ્યો છે.
આ જાહેરનામું તા. ૨૨/૧૨/૨૦૨૫ સુઘી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ- ૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે.

Back to top button
error: Content is protected !!