બનાસ ડેરી અને બનાસ મેડીકલ કોલેજ સંલગ્ન બનાસ જનરલ ડોસ્પિટલ,પાલનપુરના સંયુક્ત ઉપક્રમે થરા ખાતે નિદાન કેમ્પ યોજાયો.

યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના ૭૫ મા જન્મદિન નિમિતે આરોગ્ય સેવા અભિયાન અંતર્ગત નવરચિત ઓગડ તાલુકા ના મુખ્ય મથક થરા ખાતે આવેલ શ્રી જે. વી.શાહ રેફરલ હોસ્પિટલ અને સામુહિક આરોગ્ય કેન્દ્રમા આજ રોજ તા.૦૨/૧૦/૨૦૨૫ ને ગુરૂવારના રોજ સવારે ૯ થી બપોરે ૨ કલાક સુધી બનાસ મેડિકલ કોલેજ પાલનપુરના નિષ્ણાત ડોક્ટર્સ દ્વારા થરા રેફરલ હોસ્પિટલના અધિક્ષક ડૉ.ભરતભાઈ ચૌધરી ના માર્ગદર્શન હેઠળ કાંકરેજ ધારાસભ્ય અમરતજી ઠાકોર, બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કિર્તીસિંહ વાઘેલા,હરગોવનભાઈ શિરવાડીયા,ધીરકજકુમાર શાહ, થરા સ્ટેટ માજી રાજવી એવમ નગર પાલિકા પૂર્વપ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા,લાલભા વાઘેલા,પ્રમુખ ચેતનાબેન સોની, કારોબારી અધ્યક્ષ રસિકભાઈ પ્રજાપતિ,કોર્પોરેટર વિક્રમસિંહ વાઘેલા,મહેન્દ્રસિંહ વાઘેલા, બાબુભાઈ ચૌધરી ખસા,નટુભાઈ પટેલ ની ઉપસ્થિતિમા મેગા આરોગ્ય કેમ્પ યોજાયો હતો. જેમાં પેપ્સ-૧૪,મેમોગ્રાફી-૧૮, સ્પેક્સટ્લીસ-૨૫૦,આંખ-નાક- ગળા-૨૮,હાડકાની સારવાર- ૩૪,આંખની સારવાર તથા ચશ્મા વિતરણ-૨૭૦,જનરલ મેડિસિન -૧૩૨ ચામડીના રોગોની સારવાર -૧૭ સ્ત્રી રોગની સારવાર-૭૫ એમ ૮૩૮ દર્દીઓએ કેમ્પમાં લાભ લીધો હતો તેમ હસમુખભાઈ જોષીએ જણાવ્યું હતું.
નટવર કે. પ્રજાપતિ,થરા
મો. 99795 21530