બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ પાલનપુર દ્વારા રમતગમત, એનસીસી, એનએસએસ અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં સિદ્ધિઓ મેળવનારાઓના સન્માન નો કાર્યક્રમ યોજવામાં આવ્યો

18 એપ્રિલ જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ પાલનપુર દ્વારા રમતગમત, એનસીસી, એનએસએસ અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં સિદ્ધિઓ મેળવનારાઓના સન્માન નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જી.ડી.મોદી વિદ્યા સંકુલની વિવિધ સંસ્થાઓ જેવી કે જી.ડી.મોદી કોલેજ ઓફ આર્ટ્સ, આર.આર મહેતા કોલેજ એન્ડ સી. એલ પરીખ કોલેજ, એમ એ.પરીખ ફાઈન આટ્ર્સ કોલેજ, બી કે મર્કેન્ટાઇલ બેન્ક લો કોલેજ, બી કે મેહતા બીસીએ કોલેજ, બી.એલ.પરીખ કોલેજ ઓફ બીબીએ, વિધાર્થીઓ માટે, કેમ્પસ ના ઓડીઓ વિઝ્યુઅલ હોલમાં સ્પોર્ટ્સ ,એન.સી.સી, એન.એસ.એસ, તથા સાંસ્કૃતિકક્ષેત્રે,ઇન્ટરનેશનલ,નેશનલ,વેસ્ટઝોન, રાજ્ય કક્ષાએ, યુનિવર્સિટી કક્ષાએ, આંતર કોલેજ કક્ષાએ વિવિધ ક્ષેત્રે વિજેતા થયેલ ખેલાડીઓ, એનસીસીમાં શ્રેષ્ઠ કેડેટ્સ અને એન.એસ.એસ ના શ્રેષ્ઠ સ્વયંસેવકો તથા ગીત – સંગીત વકૃત્વ સ્પર્ધા તેમજ કલા વગેરે ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિઓ હાંસલ કરનાર તારલાઓને સંસ્થાએ સર્ટિફિકેટ, ટ્રોફી, ટ્રેક શૂટ તથા મેડલ આપીને વિદ્યાર્થીઓના સખત પરિશ્રમ તેમજ પ્રતિભાને બિરદાવી સન્માનિત કરાયા હતા. આ કાર્યક્રમમાં ડાયરેક્ટર શ્રી અમિતભાઈ પરીખે વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે ચિંતા વ્યક્ત કરી વિદ્યાર્થીઓ ને ભવિષ્યમાં આગળ વધવા માટે આશીર્વાદ આપ્યા હતા. આ કાર્યક્રમમાં સેક્રેટરી સુનીલભાઈ બી શાહ, જોઈન્ટ સેક્રેટરી રાજેશભાઈ વકીલ, સ્પોર્ટ ચેરમેન પુષ્કરભાઇ પટેલ, સ્પોન્સર સીએ સંદીપભાઈ કામદાર-અરિહંત ગુરુકુલમ તથા ભીખાંખાન ફતેહખાન સિંધી-ચિત્રાસણી તેમજ કોલેજના પ્રિન્સિપાલશ્રીઓ હાજર રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી શુભેચ્છાઓ પાઠવી હતી. વિદ્યાર્થીઓએ પણ તેમનો અનુભવ વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમનું સમગ્ર સંચાલન શ્રી, હર્ષભાઈ તથા ડૉ.આશુતોષભાઈ એ કર્યું હતું તથા આભાર વિધિ જયેશભાઈએ કરી હતી . સમગ્ર કાર્યક્રમનું આયોજન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંસ્થાના ડાયરેક્ટર શ્રી. અમિતભાઈ પરીખ તેમજ સ્પોર્ટ્સના ચેરમેન શ્રી. પુષ્કરભાઈ ના માર્ગદર્શન હેઠળ સ્પોર્ટ્સ નાપી.ટી.આઈ ડૉ.વિપુલભાઈ દેસાઈ તથા સીએ સિદ્ધાર્થભાઈ પઢીયાર તથા ડૉ. ભારતીબેન એ કર્યું હતું.







