સ્વર્ગવાસી શિક્ષિકા પરિવારના વહારે સરકારી શિક્ષક પરિવાર બનાસકાંઠા
9 ઓક્ટોબર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા સુભાષભાઈ વ્યાસ
બનાસકાંઠા જિલ્લાની આછુવા સરકારી માધ્યમિક શાળામાં શિક્ષણ સહાયક તરીકે ફરજ બજાવતા અલ્પાબેન ચૌધરીનું અકાળે અવસાન થતા સરકારી માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષક સંઘ બનાસકાંઠાના સંકલનથી જિલ્લાના તમામ શિક્ષકો તથા આચાર્યશ્રીઓએ સ્વને સહાય અનુસાર ફાળો આપી મદદનો હાથ લંબાવેલ.આજરોજ જિલ્લા શિક્ષણાધિકારી શ્રી માનનીય ડૉ.એચ આર પટેલ સાહેબના હસ્તે સ્વ અલ્પાબેનના કુટુંબજનોને ₹2,44000 અર્પણ કર્યા તથા સાત્વના પાઠવેલ. આ તબક્કે સરકારી શિક્ષક સંઘના પ્રમુખ શ્રી એસ ડી જોષી, મહામંત્રી શ્રી ડી આર ચૌધરી, રાજ્ય કારોબારી પ્રતિનિધિ શ્રી જીતુભાઈ સાંપરિયા,વાવ પ્રમુખશ્રી પ્રકાશભાઈ કે જોષી, થરાદ પ્રમુખ શ્રી વસંતભાઈ ચૌધરી સહમંત્રી હારુંનભાઈ પઠાણ ઉપસ્થિત રહ્યા તથા પ્રમુખશ્રી ડો એસ ડી જોષીએ બનાસકાંઠા જીલ્લાના તમામ શિક્ષક મિત્રોનો આભાર વ્યક્ત કર્યો તથા અલ્પાબેનના સ્વજનોને સાત્વના પાઠવેલ.




