BANASKANTHAGUJARATPALANPUR

બનાસકાંઠા પ્રભારી મંત્રીશ્રી કમલેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની વર્ષ-૨૦૨૬-૨૭ની બેઠક યોજાઇ

20 માર્ચ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

મંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને બનાસકાંઠામાં રૂ.૨૫ કરોડથી વધુના ૯૧૬ વિકાસલક્ષી કામોને મળી મંજૂરી.વિકાસ કામો ઝડપી અને ગુણવત્તાસભર કરવા મંત્રી શ્રી કમલેશભાઈ પટેલનો નિર્દેશ
જિલ્લા આયોજન મંડળના અધ્યક્ષશ્રી તથા બનાસકાંઠા જિલ્લા પ્રભારી મંત્રી શ્રી કમલેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને પાલનપુર કલેકટર કચેરીના મિટિંગ હોલ ખાતે આજરોજ જિલ્લા આયોજન મંડળની વર્ષ-૨૦૨૬-૨૭ ની બેઠક યોજાઈ હતી. જેમાં વિવેકાધીન યોજના હેઠળ જિલ્લાના ૧૦ તાલુકાના રૂ.૨૩૧૯.૦૦ લાખના ૮૯૬ કામો તથા જિલ્લાની ૪ નગરપાલિકાના રૂ.૨૦૧.૯૬ લાખના ૨૦ કામો મંજૂર કરવામાં આવ્યા હતા.
બેઠક દરમિયાન જિલ્લામાં પાણી પુરવઠો, રોડ-રસ્તા, સ્વાસ્થ્ય, વીજળી, સ્વચ્છતા અને ગટર લાઇન સહિતના વિકાસ કાર્યો અંગે ચર્ચા કરવામાં આવી હતી. ઉપરાંત આદિજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટેની જોગવાઈઓ અંતર્ગત કરવામાં આવતા કામો અંગેની ચર્ચા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન બનાસકાંઠા જિલ્લામાં વિકાસના કામો અંગે ધારાસભ્યશ્રીઓ દ્વારા કરવામાં આવેલી રજૂઆતોના ત્વરિત નિરાકરણ માટે સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓને જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી.અધ્યક્ષશ્રી કમલેશભાઈ પટેલે દરેક વિભાગના અધિકારીશ્રીઓ તથા કર્મચારીઓને વિકાસ કામોની વહીવટી મંજૂરી મળ્યા બાદ ઝડપથી કામગીરી હાથ ધરી ગુણવત્તા અને તકેદારી સાથે પૂર્ણ કરવા માર્ગદર્શન આપ્યું હતું. સાથે જ બનાસકાંઠા જિલ્લામાં યોજનાકીય કાર્ય અંગે વધુ સજાગતા રાખી અસરકારક કામગીરી કરવા સંબંધિત વિભાગોને સૂચના આપી હતી. ઉપરાંત આરોગ્ય જેવા જીવન જરૂરિયાત ધરાવતા તમામ વિભાગોના કામો સત્વરે કરવા અને બાકી રહેલા વિકાસ કામો ઝડપી અને ગુણવત્તાસભર કરવા મંત્રીશ્રી કમલેશભાઈ પટેલે સંબધિત વિભાગને નિર્દેશ આપ્યો હતો. પ્રભારી મંત્રીશ્રી કમલેશભાઈ પટેલે તમામ વિભાગોના અધિકારીશ્રીઓને વિકાસ કામોની નિયમિત સ્થળ મુલાકાત લઈને કામો ગુણવત્તાસભર અને ઝડપી ગતિએ પૂર્ણ થાય તે માટે ખાસ તકેદારી રાખવા જણાવ્યું હતું.આ બેઠકમાં પાલનપુર ધારાસભ્યશ્રી અનિકેતભાઈ ઠાકર, દાંતા ધારાસભ્ય શ્રી કાંતિભાઈ ખરાડી, દિયોદર ધારાસભ્ય શ્રી કેશાજી ચૌહાણ, વડગામ ધારાસભ્ય શ્રી જીગ્નેશ મેવાણી, ધાનેરા ધારાસભ્યશ્રી માવજીભાઈ દેસાઈ, જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમ.જે.દવે, જિલ્લા આયોજન અધિકારીશ્રી એસ.એન.પટેલ સહિતના જિલ્લાના ઉચ્ચ અધિકારી -કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!