BANASKANTHAPALANPUR
બનાસકાંઠા બેઠક પર કોંગ્રેસના ગેનીબેન ઠાકોરની જીત
લોકસભા ચૂંટણી 2024ના પરિણામ જાહેર કરવામાં આવ્યા છે. બનાસકાંઠા બેઠક પર કોંગ્રેસના ગેનીબેન ઠાકોર અને ભાજપના રેખાબેન ચૌધરી વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી હતી. જોકે, અંતે કોંગ્રેસના ગેનીબેન ઠાકોરે ભાજપના રેખાબેન ચૌધરીને હરાવ્યા હતા. શક્તિસિંહ ગોહિલે પણ ગેનીબેન ઠાકોરને ટ્વિટ કરીને શુભેચ્છા પાઠવી હતી.





