લાખણી ના નાણી ગામે એરફોર્સ મા અત્યાચાર રોકવા મામલતદાર ને આવેદન પત્ર આપ્યું
નારણ ગોહિલ લાખણી
લાખણી તાલુકાના નાણી મુકામે આવેલ એરફોર્સમાં ગાય અને નીલગાય પર થઈ રહેલ અત્યાચારને લઈને જીવદયા પ્રેમીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે ત્યારે નાણી ગામે એરફોર્સને સંપાદન કરેલી જમીન મિલકત આવેલી છે આ મિલકત ,નાણી, ઝાકોલ, સેકરા, અને કમોડા ગામની ગૌચર સરકારી પડતર વિગેરે જમીન સંપાદન કરવામાં આવી હતી ચારે ગામનો સીમાડો લાગતી આ જમીન વિશાળ છે , જેમાં નાના તળાવો અને મોટા પ્રમાણમાં જાડી ઝાંખરા આવેલ છે , આ જમીન સંપાદન થયાં પછી દીવાલ બાઉન્ડરી બનાવી દેવામાં આવી હતી જેના કારણે , દેશી ગાયો, નીલ ગાય વગેરે નાના મોટા પશુઓ અંદર રહી ગયેલ આ જગ્યા ઘણાં સમય સૂધી પડતર રહેવાના કારણે પશુઓ, પ્રાણીઓ, અંદર જ રહેતા હતા અને ત્યાં જાડી ઝાંખરા અને તણાવના કારણે ખોરાક પાણી વગેરે પશુઓને જીવવા યોગ્ય વ્યવસ્થા મળી રહેતી હતી અને વિશેષમાં જીવદયા પ્રેમીઓ અને સેવાકીય સંસ્થાઓ સમાયનતરે જરૂરિયાત મુજબ પાણીના તળાવો, હવાડા વગેરે ભરવાની અને ઘાસચારો નાખવાની વ્યવસ્થા કરતાં રહેતા હતા જેથી અબોલ જીવો જીવતા હતા અને લાંબો સમય (લગભગ 30 વર્ષ) આ જગ્યા પડતર પડી પડી રહેવાથી મોટી સંખ્યામાં પશુઓનો વધારો થઈ ગયો છે જેના કારણે કેટલાક સમયથી એરફોર્સ સ્ટેશન ની કામગિરી ચાલુ હોવાથી જીવદયા પ્રેમીઓ અને સેવાભાવી સંસ્થાઓનો પ્રવેશ બંધ કરી દેવામાં આવ્યો છે અને એરફોર્સ અને વન વિભાગ દ્ધારા પશુઓને બહાર કાઢવાની કામગીરી નિર્દયતા પુર્વક કરાઈ રહી છે, અંદર ઘાસ ચારો ન મળે એના માટે પ્રયાસો થઈ રહ્યા છે જેનાથી પશુઓ તરફડી તરફડીને મરી રહ્યા છે અને અંદર પાણી ન રાખી ગેટ આગળ પાણીની વ્યવસ્થા કરાઇ છે એટલે પશુઓ અંદર જ પાણી વગર મરી જાય છે વીસ દિવસથી ગાયોને બિલકુલ ઘાસચારો અને પાણી મળ્યા નથી આજુબાજુના દરેક જીવદયા પ્રેમીઓએ વારમ વાર રજૂઆત કરી છતાં કોઇપણ વાત સાંભળવામાં આવી નથી આગળના દિવસોમાં આનું નિરાકરણ નહીઁ આવે તો જીવદયા પ્રેમીઓ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે એવી ચીમકી આપવામાં આવી છે