હાલોલ:કલરવ શાળાના મેનેજિંગ ટ્રસ્ટી સ્વ.પ્રકાશચંદ્ર જોષીપૂરાની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો,133 લોકોએ કેમ્પમાં ભાગ લીધો

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૯.૭.૨૦૨૪
તારીખ 9/7/2024 ને મંગળવાર એટલે કલરવ શાળાના સ્થાપક એવા સ્વ. પ્રકાશ સર ની પ્રથમ પુણ્યતિથિ. એક એવી વિરલ વ્યક્તિ કે જેને ખરેખર પોતાના નામનો પ્રકાશ પાથરીને સાર્થક બનાવ્યું જેમ વાદળાઓની વચ્ચે સુરજ સંતાય પણ પોતાની આભા થી આકાશને દૈદીપ્યમાન કરે છે તેવી જ રીતે પ્રકાશ સાહેબે પોતાના પ્રકાશથી કલરવ શાળાને દૈદીપ્યમાન કર્યું છે .આ પ્રથમ પુણ્યતિથિએ કલરવ પરિવારે શબ્દ સુમનથી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી તેની સાથે સાથે જેને માનવસેવા એ જ પ્રભુ સેવાની ઉક્તિને સાર્થક કરી તેવા પ્રકાશ સાહેબના ધ્યેયને જીવંત રાખવા શાળામાં મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.રક્તદાન એ જ જીવનદાન ઉક્તિને સાર્થક કરવા હાલોલ રોટરી ક્લબ, શ્રી મહાજન આરોગ્ય મંડળ, પોલિકેબ વેલ્ફેર ફાઉન્ડેશન બ્લડ સેન્ટર હાલોલ તથા ઇન્દુ વોલન્ટરી બ્લડ સેન્ટર વડોદરા ના સહયોગથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું .સવારે 9:00 કલાકે સ્કૂલની વિદ્યાર્થીની દ્વારા મહેમાનોનું સ્વાગત, પ્રાર્થના અને આભાર વિધિ બાદ તુરંત બ્લડ ડોનેશન ની પ્રક્રિયા શરૂ કરવામાં આવી જેમાં સ્કૂલના શિક્ષકો, વાલીઓ તેમજ ગણ માન્ય નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો અને શરૂઆતથી જ રજીસ્ટ્રેશન માટેની લાઈન લાગી ગયેલ હતી. આ બ્લડ ડોનેશનમાં કુલ 133 બોટલ વિવિધ ગ્રુપના લોહીની એકત્ર કરવામાં આવી જે ખરેખર એક મોટી સફળતા ગણાય અને રક્તદાન એ આપણે સૌ જાણીએ છીએ તેમ મહાદાન હોઇ. આટલા સુંદર કાર્ય દ્વારા સ્વર્ગસ્થ પ્રકાશચંદ્ર જોશીપુરા ને યોગ્ય રીતે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.કાર્યક્રમ માં રોટરી ક્લબ ના સભ્યો તેમજ શ્રી મહાજન આરોગ્ય મંડળ તરફ થી ભરતભાઈ, પંકજભાઈ હાજર રહ્યા હતા.આમ શાળાના આચાર્યએ આ મેગા બ્લડ ડોનેશનના કાર્યક્રમને સફળ બનાવનાર વાલીઓ, શિક્ષકો અને રોટરી ક્લબના સભ્યોનો શાળા પરિવાર વતી આભાર વ્યક્ત કર્યો હતો.
















