GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA:ટંકારા-પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ બુથની મુલાકાત લઈ બીએલઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું

TANKARA:ટંકારા-પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ બુથની મુલાકાત લઈ બીએલઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું

 

 

ટંકારા, હાલમાં દેશના બાર રાજ્યોની સાથે સાથે ગુજરાત સહિત મોરબી જિલ્લામાં સ્પેશિયલ ઇન્ટેનસીવ રિવિઝન SIR મતદારયાદી સુધારણાની કામગીરી ચાલુ છે ત્યારે પાંચ નવેસરથી બુથ લેવલ ઓફિસર BLO એ ઘરે ઘરે ફરીને હાલની મતદાર યાદી મુજબના મતદાર પત્રકો મતદારોને પહોંચાડ્યા અને હવે વર્ષ:-2002 પ્રમાણેની યાદી મુજબ ભરાયેલા ફોર્મ સ્વીકારવાનું કામ બીએલઓ બુથ પર બેસીને કરી રહયા છે અને સાથે સાથે આવેલા ફોર્મ ઓનલાઈન પણ કરી રહ્યા છે બીએલઓ કામગીરીના ભારણના કારણે,મતદારયાદી સુધારણામાં પડતી મુશ્કેલીઓને કારણે માનસિક તાણ અનુભવી રહ્યા છે ત્યારે આજ રોજ રવિવારના દિવસે ટંકારા -ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ પોતાના વિધાનસભા વિસ્તારના રવાપર,ન્યુ એરા,રાજપર વગેરે બુથની મુલાકાત લઈ,બૂથ પર કામ કરતા બીએલઓની મુલાકાત લઈ એમને પડતી મુશ્કેલીઓ બાબતે ચર્ચા કરી,કેટલા ફોર્મ પરત આવ્યા?કેટલા ઓનલાઈન થયા? વગેરે માહિતી મેળવીને ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ બીએલઓની કામગીરીને બિરદાવી પ્રેરણા અને પ્રોત્સાહન પુરા પાડ્યા હતા.

Back to top button
error: Content is protected !!