GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

જીલ્લા ભોઈ સમાજ ની કારોબારી સમિતિ ની મીટિંગ ગોધરા ખાતે યોજાઈ

 

તારીખ ૧૨/૦૮/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

ગતરોજ પંચમહાલ જિલ્લા ભોઈ સમાજની કારોબારી સમિતિની મીટિંગ ગોધરા સ્થિત ડાહ્યાભાઈ મહારાજના નિવાસસ્થાને યોજવામાં આવી હતી.જેમાં સમાજના પ્રમુખ પદેથી પ્રવીણભાઈભોઈ દ્વારા પ્રાસંગિક પ્રવચન કરી મિટિંગની શરૂઆત કરવામાં આવી હતી અને સંગઠનના મહામંત્રી(ગ્રામ્ય) ઉપવનભાઈ ભોઈ દ્વારા પૂર્વે થયેલ કાર્યનું લેખિત વાંચન કરવામાં આવ્યું હતું. ઉપરાંત ગત વર્ષ ૨૦૨૩માં યોજાઈ ગયેલ સમૂહલગ્નનો લેખિત હિસાબ ખજાનચી ભરતભાઈ ભોઈ દ્વારા ઉપસ્થિત સૌ સામે વાંચી સંભળાવવામાં આવ્યો હતો.એટલું જ નહીં, આગામી સમયમાં સમગ્ર ભોઈ સમાજના યુવાન-યુવતીઓ માટે પંચમહાલ જિલ્લા ભોઈ સમાજની આગેવાની હેઠળ યુવાન-યુવતી પરિચય સંમેલન(મેળા)નું આયોજન યોજાવા જઈ રહ્યું છે. જેમાં પરિચય સંમેલનના કન્વીનર તરીકે સુરેશભાઈ ભોઈ તેમજ સહ કન્વીનર તરીકે ઉપવનભાઈ ભોઈ તેમજ નિષાદકુમાર ભોઈની સર્વસંમતિથી વરણી કરવામા આવી હતી.આગામી યોજાવા જઈ રહેલા યુવાન-યુવતી પરિચય સંમેલન (મેળા) સંદર્ભે નક્કી થયેલા નીતિ-નિયમોનું પ્રમુખપદેથી યોગ્ય સૂચન સૌને આપવામાં આવશે.વળી,પંચમહાલ જિલ્લા ભોઈ સમાજ દ્વારા આયોજિત થનાર પ્રથમ યુવાન-યુવતી પરિચય સંમેલન (મેળા) સંદર્ભે સંગઠનના પ્રમુખ પ્રવીણભાઈ ભોઈ દ્વારા સમાજનું પરિચય સંમેલન(મેળો) સફળ રીતે પાર પડે તેવો આશાવાદ સેવવામાં આવ્યો હતો. વળી,સંગઠનના મહામંત્રી(શહેર) સૂરજભાઈ(મોન્ટુભાઈ) ભોઈ દ્વારા નિજ સ્થાનેથી સમાજમાં દેહાવસાન પામેલ વ્યક્તિઓ માટે સંગઠન દ્વારા નિયમિતપણે શોકસંદેશ પાઠવવામાં આવે તથા સમાજના સૌ કોઈ દ્વારા પોતાના જન્મ દિવસ સંદર્ભે યથાશક્તિ સંગઠનને સશક્ત બનાવવાના હેતુથી તથા શૈક્ષિક ઉત્થાન કરવાના હેતુથી આર્થિક સહયોગ કરવાની પહેલ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી.આમ પંચમહાલ જિલ્લા ભોઈ સમાજની કારોબારી સમિતિની બેઠક પૂર્ણ થયેલ જાહેર કરવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!