BHANVADDEVBHOOMI DWARKA

Bhanvad : ભાણવડ ખાતે તાલુકા કક્ષાનો કૃષિ મેળો અને કૃષિ પ્રદર્શની મેળો યોજાયો

માહિતી બ્યુરો: દેવભૂમિ દ્વારકા

        રાજ્યના પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, કલાયમેટ ચેન્જ  વિભાગના કેબિનેટ મંત્રીશ્રી મુળુભાઈ બેરાના અધ્યક્ષસ્થાને માર્કેટિંગ યાર્ડ ભાણવડ ખાતે “મિલેટ ડેવલપમેન્ટ યોજના” હેઠળ તાલુકા કક્ષાનો કૃષિ મેળો અને કૃષિ પ્રદર્શની મેળો યોજાયો હતો.

        વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ વર્ષ ૨૦૨૩ને આંતરરાષ્ટ્રીય તૃણ ધાન્ય વર્ષ એટલે કે ઈન્ટરનેશનલ મિલેટસ યર તરીકે જાહેર કરવામાં આવ્યું  છે. આ વર્ષ ઉજવવાનો મુખ્ય હેતુ ગૌણ ધાન્ય જેવા કે, બાજરો, રાગી, નાગલી, જુવાર, કોદરા, કાંગ, સામો વગેરે જાડા ધાન્યોનું ઉત્પાદન વધારવું, તેનો વપરાશ વધારવો, ખેડૂતોની આવકમાં વધારો થાય તે રીતે સમગ્ર દેશમાં પ્રયત્નો કરવામાં આવ્યા છે. સમગ્ર દેશમાં મીલેટસ વર્ષની ઉજવણીની સાથે ભારતને આંતરરાષ્ટ્રીય તૃણધાન્ય બજારના કેન્દ્ર તરીકે પ્રસ્થાપિત કરવાનો પણ રહેલો છે.

       કેબિનેટ મંત્રીશ્રી મુળુભાઇ બેરાએ ખેડૂતો સંબોધિત કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ વર્ષ ૨૦૨૩ને આંતરરાષ્ટ્રીય તૃણ ધાન્ય વર્ષ તરીકે જાહેર કર્યું છે. આમ જોઈએ તો તૃણ ધાન્ય પાકોનું વર્ષોથી આપણે વાવેતર કરતા આવ્યા છીએ. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર પ્રાકૃતિક કૃષિ વ્યાપ વધારવા માટે કટિબદ્ધ છે. નાગરિકોના સ્વાસ્થ્ય માટે પ્રાકૃતિક કૃષિ આવશ્યક બની રહી છે.

        મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે,  આરોગ્યની જાળવણી કરવા માટે પણ આપણા ખેડૂતોએ મિલેટસ ધાન્યોનું વાવેતર વધારવું જોઈએ. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ ખેડૂતોને આત્મનિર્ભર કરવા માટે રાજ્ય સરકાર દ્વારા મીલેટસ ધાન્યોના ઉત્પાદનને સતત પ્રોત્સાહન પૂરું પાડવામાં આવી રહ્યું છે. રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓ ઉપયોગ બંધ કરી પ્રાકૃતિક કૃષિ કરવા માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. મારી સૌ ખેડૂતોને અપીલ છે કે આપણી આવનારી પેઢી અને આપણા સૌના સ્વાસ્થ્ય માટે પ્રાકૃતિક કૃષિ કરીએ.

        કૃષિ વૈજ્ઞાનિકશ્રી કે.પી.બારૈયાએ ખેડૂતોને માર્ગદર્શિત કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશા નિર્દેશનમાં અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર પ્રાકૃતિક કૃષિ વેગ આપવા પ્રતિબદ્ધ છે. જમીન સ્વાસ્થ્ય જળવાઈ તેમજ નાગરિકો સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે પ્રાકૃતિક કૃષિ આવશ્યક છે. તેમજ શારીરિક તંદુરસ્તી માટે તૃણ ધાન્ય પાકો પણ એટલા જ મહત્વના છે.

        પ્રાકૃતિક કૃષિ કરતા પ્રગતિશીલ ખેડૂતશ્રી નવીનભાઈ નકુમ દ્વારા પ્રાકૃતિક ખેતી લગતા પોતાના અનુભવો વર્ણન કર્યું હતું. સૌ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ કરવા અપીલ કરી હતી.

        કાર્યક્રમમાં ખેતીવાડી વિભાગના  વિવિધ યોજનાઓના ભાણવડ તાલુકાના ખેડૂત લાભાર્થીઓને મંચસ્થ મહાનુભાવોના હસ્તે પૂર્વ મંજૂરી પત્રો અર્પણ કરવામાં આવ્યા હતા. તેમજ પ્રાકૃતિક કૃષિમાં ઉપયોગી ઘન જીવામૃત બનાવવા લાઈવ ડેમો બતાવવામાં આવ્યો હતો.

         કાર્યક્રમમાં ખેતીવાડી વિભાગ, બાગાયત વિભાગ, પશુપાલન વિભાગ, આત્મા પ્રોજેક્ટ, વન વિભાગ, આઈ.સી.ડી.એસ., બીજ નિગમ, બિયારણ કંપની તથા માઇક્રો ઈરીગેશન કંપનીના સ્ટોલ ઉપલબ્ધ કરવામાં આવ્યાં હતાં. જેના થકી ખેડૂતોએ સરકારશ્રીની કલ્યાણકારી યોજનાઓ અને આધુનિક ખેતીના ઈનપુટ વિષે માહિતી મેળવી હતી.

        કાર્યક્રમમાં શાબ્દિક સ્વાગત જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી આર.બી.ચાવડા તેમજ આભારવિધિ વિસ્તરણ અધિકારી (ખેતી) દ્વારા કરવામાં આવી હતી.

        કાર્યક્રમમાં ભાણવડ તાલુકા પંચાયત પ્રમુખના પ્રતિનિધિશ્રી કરણાભાઈ છૈયા, નાયબ બાગાયત નિયામકશ્રી લશ્કરી, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી ચુડાસમા, ઇન્ચાર્જ મામલતદારશ્રી જલ્પેશ બાબરીયા, અગ્રણીશ્રી ગોવિંદભાઈ કનારા, હમીરભાઇ  કનારા, ચેતન રાઠોડ સહિત તાલુકા પંચાયત સદસ્યો, અધિકારીઓ, કર્મચારીઓ સહિત બહોળી સંખ્યામાં ખેડૂતો ઊપસ્થિત રહ્યા હતા.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!