તસ્વીર: પાટણવાડીયા કુંજન
પ્રતિનિધિ:ઉમરેઠ
ઉમરેઠ પોલીસ દ્વારા ખાનગી વાહનમાં પેટ્રોલિંગ દરમ્યાન બાતમી મળી હતી કે પીપળીયા ભાગોળ વિસ્તારમાં રહેતા પલક તળપદા તથા તેનાં પિતા કાંતિભાઈ તળપદા વિદેશી દારુનું વેચાણ કરે છે. બાતમી વાળી જગ્યાએ સૈફુલ્લાબાવા દરગાહ નજીક કાંતીભાઈ તથા પલક તળપદા ઉભા હતા અને પોલીસ ને જોઈને નાસી જવાનો પ્રયત્ન કરતા પોલીસે કોર્ડન કરીને એક ઈસમને પકડી પડાયો તથા બીજો ઈસમ ભાગી ગયો હતો. પકડાયેલા ઈસમની પૂછપરછ કરતા જે નાસી છૂટ્યોએ પલકનાં પિતા કાંતીભાઈ તળપદા હતા. પકડાયેલા ઈસમની અંગ ઝડતી દરમ્યાન ભારતીય બનાવટનાં વિદેશી દારૂ વ્હાઈટ લેસ વોડકા ઓરેન્જ ફ્લેવર્સ ફોર સેલ ઈન રાજસ્થાન ૧૮૦ મીલીના ત્રણ કવાર્ટર્સ તથા મોબાઈલ મળીને કુલ ૮,૩૦૦/- રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. વધુ પુછપરછ દરમ્યાન સલુણનાં મયુર દીનેશભાઈ તળપદા પાસેથી વેચાણ કરવા દારુ લાવ્યો હોવાનું જાણવા મળ્યું હતુ. ઉમરેઠ પોલીસે પોહી એક્ટ કલમ ૬૫ (એ)(એ), ૧૧૬(બી), ૮૧, ૮૩ મુજબ ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી.