દિયોદર ખાતે રાવણા રાજપૂત યુવક મંડળ દ્વારા ૨૧ મો રક્તદાન કેમ્પ યોજાયો..*

*દિયોદર ખાતે રાવણા રાજપૂત યુવક મંડળ દ્વારા ૨૧ મો રક્તદાન કેમ્પ યોજાયો..*
વાવ થરાદ જિલ્લાના દિયોદર તાલુકા માં દર વર્ષે મહાશિવરાત્રીના રોજ દિયોદર મહાદેવ મંદિર હોલ ખાતે રાવણા રાજપુત યુવક મંડળ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે આ વર્ષે પણ મહાશિવરાત્રી ના રોજ ૨૧ મો રક્તદાન કેમ્પનું આયોજન રાવણા રાજપુત યુવક મંડળ દિયોદર તેમજ સંકલ્પ વોલેન્ટરી બ્લડ સેન્ટર સહયોગ થી રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું.આ રક્તદાન કેમ્પ માં શરૂઆતમાં પધારેલા મહેમાનો દ્વારા દિપ જ્યોતિ કરી રક્તદાન કેમ્પ ને ખુલ્લો મુક્યો હતો.રાવણા રાજપૂત યુવક મંડળ દિયોદર દ્વારા પધારેલ મહેમાનો નો શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.રક્તદાન કેમ્પમાં અનેક મહાનુભાવોની હાજરીમાં આ કેમ્પ યોજાયો હતો.. રક્તદાતાઓને ૧૦ લીટર પાણીનો જગ તથા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.આ રક્તદાન કેમ્પ માં રાવણા રાજપૂત યુવક મંડળ દિયોદર દ્વારા મહાશિવરાત્રી ના રોજ યોજાયેલ રક્તદાન કેમ્પ માં ૧૧૨ બોટલ રકત એકઠું કરવામાં આવ્યું હતું.આ એકઠું થયેલ રક્ત જરૂરિયાત મંદ લોકો સુધી પહોંચાડી એક સેવા નું કાર્ય આ યુવક મંડળ કરી રહ્યું છે.આ પ્રસંગે રાવણા રાજપૂત સમાજ ના પ્રમુખ,ઉપપ્રમુખ ,મંત્રી સહિત રાવણા રાજપૂત સમાજ યુવક મંડળ ના અગ્રણીઓ તેમજ યુવામિત્રો અને ભાઈઑ ઉપસ્થિત રહી આ શિબિર ને સફળ બનાવી હતી….
રિપોર્ટ કલ્પેશ બારોટ દિયોદર





