એફ.આઈ.ઈ. ફોઈલ વિમેન્સ સેટેલાઈટ સ્પર્ધામાં ગુજરાતના ૫ ખેલાડીઓ
ફેન્સીંગ રમતના આંતરરાષ્ટ્રીય એસોસીએશન ફેડરેશન ઈન્ટરનેશનલ ડિ’સ્ક્રાઈમ માન્ય પ્રથમ આંતરરાષ્ટ્રીય સ્પર્ધા ભારતમાં દિલ્હી ખાતે રમાઈ


એફ.આઈ.ઈ. ફોઈલ વિમેન્સ સેટેલાઈટ સ્પર્ધામાં ગુજરાતના ૫ ખેલાડીઓ
એફ.આઈ.ઈ. ફોઈલ વિમેન્સ સેટેલાઈટ સ્પર્ધા તારીખ૧૪-૧૫ સપ્ટેમ્બર ૨૦૨૪ દરમ્યાન દિલ્હી ખાતે યોજાઈ, જેમાં ગુજરાતના ૫ ખેલાડીઓ અને ૬ કોચીઝએ ભાગ લીધો હતો. ફેન્સીંગ રમતના આંતરરાષ્ટ્રીય એસોસીએશન ફેડરેશન ઈન્ટરનેશનલ ડિ’સ્ક્રાઈમ માન્ય પ્રથમ આંતરરાષ્ટ્રીય સ્પર્ધા ભારતમાં દિલ્હી ખાતે રમાઈ. જેમાં ગુજરાતની ખુશી સમેજાએ – ૧૨ મો રેન્ક, અનિતા વણઝારાએ – ૧૮ મો રેન્ક, શીતલ ચૌધરીએ – ૩૬ મો રેન્ક, રીદ્ધી ચૌધરીએ – ૪૧ મો રેન્ક અને માહિ ચૌધરીએ – ૪૩મો રેન્ક મેળવ્યો હતો. ગુજરાતના ફેન્સીંગ કોચ હિમ્મતજી ઠાકોરની સ્પર્ધાના સંચાલન માટે સોફ્ટવેર ઈંચાર્જ તરીકે કામગીરી કરેલ તેમજ ફેન્સીંગ કોચ કિંજલબેન ઠાકોર, હાર્દીકજી ઠાકોર, અમરસિંહ ઠાકોર અને પાર્વતીબેન ઠાકોરની ભારતીય ટીમના કોચ તરીકે કામગીરી કરી હતી. તથા ફેન્સીંગ કોચ યજ્ઞેશ પટેલે ટેકનીકલ કામગીરી કરી હતી. સાથે જ એમેચ્યોર ફેન્સીંગ એસોસીએશન ઓફ ગુજરાત સ્ટેટના મંત્રી ભરતજી ઠાકોર દ્વારા ફેડરેશનના પ્રતિનિધિ તરીકે સંપુર્ણ આયોજનની મહત્વની કામગીરી કરવામાં આવી હતી.




